અમરેલી,
સરકાર દ્વારા રાજ્યના દરેક વિદ્યાર્થીને સારું શિક્ષણ આપવા તેમજ શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે પ્રવેશોત્સવ જેવા અનેક ઉત્સવો મનાવવામાં આવી રહ્યા છે.આ માટે રાજ્યના બજેટમાં કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે પરંતુ રાજ્ય સરકારના આ પ્રયાસો પર પોતે સરકારી તંત્રના અધિકારીઓ પાણી ફેરવતા હોય છે તે જોવા મળી રહ્યું છે.
અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ખાંભલીયામાં એક પ્રાથમિક શાળા આવેલી છે અને આ શાળામાં કાર્યરત શિક્ષિકા અંગે તંત્ર દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તે જાણીને તમે પણ નવાઈ પરમાડી શકો છો.
હકીકતમાં, અમરેલીના રાજુલા તાલુકાના માં મીનાક્ષી બુટાણી મહિલા શિક્ષિકા તરીકે વર્ષ ૨૦૧૦માં કાર્યરત થયા હતા પરંતુ છેલ્લા આઠ વર્ષથી આજ દિવસ સુધી આ પ્રાથમિક શાળામાં હાજર થયા નથી અને તેમની શાળામાં ગેરહાજરી બોલે છે.
જો કે આ શિક્ષિકા અંગે ગામના લોકો વાંરવાર લેખિત રજૂઆતો સરકારી તંત્ર સમક્ષ કરવામાં આવી હતી પરંતુ કોઈ પરિમાણ ન સામે આવ્યું ન હ્યું. ત્યારે સોમવારે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળાની તાળાબંધી કરી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. ગ્રામજનોના આ રોષના કારણે મચાવતા શિક્ષણતંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

ગામના લોકો દ્વારા આ મહિલા શિક્ષક મીનાક્ષીબેન સામે ભારે સુત્રોચાર કરી વિરોધ પ્રદશન કર્યું હતું તેમજ મહિલા શિક્ષક હાજર ન થાય ત્યાં સુધી શાળાને તાળાબંધી કરવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે. સાથે સાથે ગ્રામજનોએ આ મહિલા રાજકીય વર્ગ ધરાવતા હોવાનો પણ ગંભીર પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજી બાજુ અચરજની વાત એ છે કે, રાજકીય વર્ગના કારણે પોતાની મનમાની ચલાવી ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ નું ભાવિ પણ જોખમમાં મૂકી દેનાર આ મહિલાનો બચાવ શાળાના આચાર્ય જ કરી રહ્યા છે. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, “ઉપર થી જ હુકમ છે અન્ય કામગીરીમાં હોવાને કારણે તેઓ આવી શકતા નથી”.
પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં મીનાક્ષી બુટાણી રાજુલા શહેરમાં આવેલી કન્યા શાળામાં ફરજ બજાવે છે અને તેમની નોકરી અને પગાર ખાંભલીયા પ્રાથમિક શાળામાંથી આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સવાલ ઉભા થાય છે કે આ મહિલા શિક્ષક પર ક્યાં દિગજ્જ નેતાના આશીર્વાદ છે ? કેમ જિલ્લા શિક્ષણ અધિકારીનું પણ આ મુદ્દે મોંન છે ? 8 વર્ષ સુધી કોઈ કામગીરીમાં શિક્ષક જઈ શકે શું તેવો કોઈ પરિપત્ર છે ?
