Not Set/ ઐશ્વર્યાએ કહ્યું હું #Me Too કેમ્પેઈનને સપોર્ટ કરું છું અને…

મુંબઈ ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની સુંદરતા માટે માત્ર ભારતમાં જ નહિ પણ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. હાલમાં એશ્વર્યા એક બ્રાંડના પ્રમોશન માટે પોતાની દીકરી આરાધ્યા અને તેના પતિ અભિષેક બચ્ચન સાથે સિડની ગઈ હતી. સિડનીમાં તેણે સોશિયલ મીડિયામાં ઘણા સમયથી ચાલી રહેલા #Me Too કેમ્પેઈનને સપોર્ટ કર્યો હતો. આ કેમ્પેઈન દ્વારા જાતીય સતામણી કે યૌન […]

Entertainment

મુંબઈ

ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની સુંદરતા માટે માત્ર ભારતમાં જ નહિ પણ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. હાલમાં એશ્વર્યા એક બ્રાંડના પ્રમોશન માટે પોતાની દીકરી આરાધ્યા અને તેના પતિ અભિષેક બચ્ચન સાથે સિડની ગઈ હતી. સિડનીમાં તેણે સોશિયલ મીડિયામાં ઘણા સમયથી ચાલી રહેલા #Me Too કેમ્પેઈનને સપોર્ટ કર્યો હતો.

આ કેમ્પેઈન દ્વારા જાતીય સતામણી કે યૌન શોષણનો ભોગ બનેલી પીડિતા પોતાની વાતને વિના કોઈ સંકોચે વાત સોશિયલ મીડિયા સમક્ષ મુકે છે. હાલમાં જ બોલીવુડ અને હોલીવુડની ઘણી અભિનેત્રીએ પોતે પણ જાતીય સતામણીના ભોગ ક્યારેક બન્યા હતા તેના ખુલાસા આ કેમ્પેઈન દ્વારા કર્યા છે. આ બાબત પર વાત કરતા ઐશ્વર્યાએ કહ્યું કે, આ કેમ્પેઈનની હાલમાં ઘણી ચર્ચા થઇ રહી છે અને લોકો તેનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે. મને નથી લાગતું કે આ કેમ્પેઈનને માત્ર કોઈ ભાગ સુધી સીમિત રાખવું જોઈએ.

તમને જણાવી દઈએ કે, #Me Too કેમ્પેઈનની શરૂઆત હોલીવુડની પ્રખ્યાત પ્રોડ્યુસર હાર્વી વિન્સ્ટીન પર ઘણી મહિલાઓએ લગાવેલા દુર્વ્યવહારથી થઇ હતી. ત્યારબાદ ધીરે ધીરે આખી દુનિયામાંથી જાતીય સતામણી કે બીજી કોઈ દુર્વ્યવહારનો ભોગ બનેલી પીડિતા પોતાની વાત આ કેમ્પેઈન દ્વારા રજુ કરતી થઇ.

વધુમાં એશ્વર્યાએ કહ્યું કે, જો એક સ્ત્રી કોમ્પ્રોમાઈઝ કરવાનું અનુભવી રહી હોય અને તેણે પોતાના અનુભવને શેર કરવાની જરૂર અનુભવી. કેમકે તે પોતાની લાગણીઓને સંપૂર્ણપણે પડકાર આપી રહી છે. આશ્ચર્યજનક તો એ છે કે તે બહાર નીકળે છે, તેના વિશે બોલે છે. આ કેમ્પેઈનને કોઈ ધંધો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની કોઈ લીમીટ નડતી નથી.

તમને કદાચ ખબર નહિ હોય કે એશ્વર્યા હાલ ફિલ્મ ‘ ફન્ને ખાન ‘ ના શુટિંગમાં વ્યસ્ત છે જે ૧૩ જુલાઈના રોજ રીલીઝ થવાની છે. આ ફિલ્મ વિશે એશ્વર્યાએ કહ્યું કે ફિલ્મમાં મારો કોઈ લીડ રોલ નથી પરંતુ હું નાનકડી ભૂમિકામાં દેખાઇશ. મારો  રોલ ઘણો નાનો છે  પણ આ ફિલ્મમાં નાનકડો રોલને કેમ સ્વીકાર્યો તે તો તમને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. હું ત્રીજી વખત અનીલ કપૂર સાથે કામ કરી રહી છું. ‘ ફન્ને ખાન ‘ ફિલ્મ પ્રખ્યાત કોમેડી ફિલ્મ ‘ એવરીબડીઝ ફેમસ ‘ ની રીમેક છે.