Not Set/ સંસદ ભવનમાં પોતાની ન્યાયની માંગણી સાથે “નારદ મુનિ”ની વેશભૂષામાં પહોંચ્યા આ સાંસદ

દિલ્લી, કોઈ બોલીવુડની ફિલ્મમાં કે ટેલિવિઝન સિરિયલમાં નારદ મુનિ ભગવાન અને તેમના ભક્તો વચ્ચે એક સેતુનું કામ કરતા જોવા મળતા હોય છે. દેવશ્રી નારદ મુનિ સંસારના મનુષ્યનું દુઃખ હરવાનું કામ કરતા હોય છે પરંતુ આજના કળયુગમાં તેઓ એક નવા રૂપમાં જોવા મળી રહ્યા છે. આ નવું સ્વરૂપ જોઇને તમે પણ અચરજ પરામડી શકો છો. આજના […]

India

દિલ્લી,

કોઈ બોલીવુડની ફિલ્મમાં કે ટેલિવિઝન સિરિયલમાં નારદ મુનિ ભગવાન અને તેમના ભક્તો વચ્ચે એક સેતુનું કામ કરતા જોવા મળતા હોય છે. દેવશ્રી નારદ મુનિ સંસારના મનુષ્યનું દુઃખ હરવાનું કામ કરતા હોય છે પરંતુ આજના કળયુગમાં તેઓ એક નવા રૂપમાં જોવા મળી રહ્યા છે. આ નવું સ્વરૂપ જોઇને તમે પણ અચરજ પરામડી શકો છો.

આજના કળયુગમાં નારદ મુનિ લોકોને ન્યાય અપાવતા નહીં પણ પોતાના ન્યાય માટે ગુહાર લગાવતા જોવા મળી રહ્યા છે.

સંસદના બંને ગૃહોમાં ચાલી રહેલુ બજેટ શત્ર છેલ્લા કેટલાક સમયથી વિપક્ષી પાર્ટીઓના હોબાળાના કારણે સ્થગિત કરવામાં આવતું હતું. વિપક્ષના હોબાળાનો મુખ્ય મુદ્દો આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું હતું.

આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે તેલુગુ દુશમ પાર્ટી (TDP)ના સાંસદો દ્વારા સતત રાજ્યસભા અને લોકસભામાં હોબાળો મચાવી રહ્યા છે. આ વચ્ચે બુધવારે ન્યાય ન મળવાના કારણે ચિત્તૂરથી TDP સાંસદ એન શિવાપ્રસાદ દ્વારા નારદ મુનિનો વેશ ધારણ કરીને સંસદ પહોચ્યા હતા અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

પોતાના ગાળામાં વીણા અને હાથમાં કરતાલ પકડીને એન શિવાપ્રસાદ સંસદના પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ દર્શાવતા જોવા મળ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, “નારદ હંમેશા લોકોના કલ્યાણ માટે ચેતવણી આપતા હતા. ભસ્માસુરથી લઇ હિરણ્યકશ્યપ સહિતના તમામને તેઓએ ચેતવ્યા હતા તે જ રીતે હું પણ ચેતવણી આપવા માટે આયો છું”.

TDP સાંસદે વધુમાં જણાવતા કહ્યું હતું કે, “કળયુગમાં ઇન્દિરા ગાંધીથી લઇ સોનિયા ગાંધી સહિતના તમામને સલાહ આપવામાં આવી હતી પરંતુ તેઓએ ન માની. ત્યારે હવે આ જ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ હું ચેતવણી આપી રહ્યા છીએ.”

આ પહેલા TDP સાંસદ શિવાપ્રસાદ રાજા હરિશ્ચંદ્ર, સ્કૂલના વિદ્યાર્થી, તેલુગુ મહિલા, માછીમારની વેશભૂષામાં પોતાનો વિરોધ દર્શાવી ચુક્યા છે.

મહત્વનું છે કે, આંધ્રપ્રદેશના TDP સાંસદો પોતાના રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માંગ સાથે છેલ્લા કેટલાક સમયથી સતત સંસદની અંદર અને બહાર મોદી સરકાર વિરુધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત TDP લોકસભામાં વર્તમાન મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની નોટિસ પણ આપી ચૂકી છે.