મુંબઈ
ટાઇગર શ્રોફ હાલ તેની ફિલ્મ બાગી-૨ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમ્યાન એક ઈન્ટરવ્યુંમાં એક્ટર ટાઇગરની ચોંકાવનારી બાબત સામે આવી છે. આ ઈન્ટરવ્યુંમાં શ્રોફને બહારના રાષ્ટ્રપતિનું નામ પૂછવામાં આવ્યું હતું જેનો તેને બહુ વિચારીને અંતે ખોટો ઉત્તર આપ્યો. આ જવાબ આપીને ટાઇગરે એક વાર ફરીથી બધાને એક્ટ્રેસ આલિયા ભટ્ટની યાદ અપાવી દીધી.
ફિલ્મના પ્રમોશનને લઈને એક ઈન્ટરવ્યુંમાં ટાઇગરને પૂછવામાં આવ્યું કે દેશના રાષ્ટ્રપતિ કોણ છે ? જવાબ આપતા ટાઇગરે કહ્યું કે આ ઘણો અઘરો સવાલ છે. થોડી વાર વિચાર્યા બાદ ટાઇગરે કહ્યું કે જી…મુખર્જી, મિસ્ટર મુખર્જી આપણા રાષ્ટ્રપતિ છે. ટાઈગરનો ખોટો જવાબ સાંભળીને આ જ પ્રશ્ન આ ફિલ્મની હિરોઈન અને ટાઇગરની ગર્લફ્રેન્ડને પૂછ્યો. દિશાએ કીધું ‘ રામનાથ કોવિન્દ ‘.
સોશિયલ મીડિયામાં આ ઈન્ટરવ્યુંના લીધે ટાઇગર ખુબ ટ્રોલ થયો. દર્શકોએ લખ્યું કે ટાઇગર તમે બાગી-૨ જેવી ફિલ્મ કે જે દેશની સેના શ્રદ્ધાંજલિ આપે છે તેમાં કામ કર્યું છે અને તમને દેશના રાષ્ટ્રપતિનું પણ નામ નથી ખબર એ ખુબ શરમજનક વાત કહેવાય.
તમને જણાવી દઈએ કે આ કોઈ પ્રથમ વાર નથી બન્યું. એક્ટ્રેસ આલિયા ભટ્ટને પણ રાષ્ટ્રપતિનું નામ પૂછવામાં આવ્યું હતું અને ખોટું નામ આપતા તે સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલ થઇ હતી. આ ટ્રોલ બાદ આલિયા ભટ્ટના નામ પર ઘણા જોક્સ પણ ખુબ વાયરલ થયા હતા.
બાગી-૨ આખા દેશમાં ૩૦ માર્ચના રોજ થીયેટરમાં રીલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મમાં પહેલી વાર ટાઇગર શ્રોફ અને દિશા પટણીની જોડી નજર આવી રહી છે. ફિલ્મના નિર્માતા સાજીદ નડિયાદવાલા છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયી, દીપક દોબરીયાલ, રણદીપ હુડ્ડા, શ્રધ્ધા કપૂર અને પ્રતિક બબ્બર પણ અહમ ભૂમિકામાં છે. આ ફિલ્મના સંગીત પર ૭ અલગ અલગ સંગીત નિર્દેશકોએ કામ કર્યું છે.
