જોહનિસબર્ગ,
જોહનિસબર્ગમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચમાં યજમાન ટીમે ૪૯૨ રને શાનદાર વિજય મેળવી ઈતિહાસ રચ્યો છે. ટેસ્ટ મેચના અંતિમ દિવસે આફ્રિકન ટીમે મહેમાન ટીમને માત્ર ૧૧૯ રનમાં જ તંબુભેગી કરી દીધી હતી અને ૪૯૨ રનના મોટા અંતરથી વિજય મેળવ્યો હતો. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ ૪ મેચની ટેસ્ટ શ્રેણી ૩-૧થી જીતી લીધી છે.
Vernon Philander rips through Australia with a career best 6/21 in a 492 run win, South Africa's biggest ever win by runs!
South Africa win the series 3-1!#SAvAUS scorecard ➡️ https://t.co/FTEKOfAmIs pic.twitter.com/NazdWXRf1b
— ICC (@ICC) April 3, 2018
બીજી બાજુ દક્ષિણ આફ્રિકા દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કર્યા બાદ પોતાની ધરતી પર પ્રથમવાર કાંગારું ટીમને હરાવવામાં સફળતા મળી છે. આ પહેલા વર્ષ ૧૯૬૬ અને ૧૯૭૦માં યજમાન ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
https://twitter.com/ICC/status/981114177199726592
અંતિમ ટેસ્ટ મેચમાં ૯ વિકેટ ઝડપનાર ફિલેન્ડરને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો જયારે ચાર મેચની શ્રેણીમાં કુલ ૨૩ વિકેટ ઝડપી ટોપ પર રહેનારા કગિસો રબાડાને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
https://twitter.com/ICC/status/981104546251407361
https://twitter.com/ICC/status/981105259958493184
અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસે આફ્રિકા દ્વારા મહેમાન ટીમને ૬૧૨ રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ૬૧૨ રનના ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસના અંત સુધીના ૩ વિકેટે ૮૮ રન બનાવ્યા હતા. પરંતુ અંતિમ દિવસની શરૂઆત થતા જ કાંગારું ટીમે આફ્રિકન ઝડપી બોલર વેરોન ફિલેન્ડર સામે શરણાગતિ સ્વીકારતા ધબડકો થયો હતો અને પૂરી ટીમ માત્ર ૧૧૯ રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી માત્ર ઓપનર જો બન્સે સૌથી વધુ ૪૨ રન બનાવ્યા હતા જયારે આફ્રિકા તરફથી વેરોન ફિલેન્ડરે બોલિંગ દ્વારા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને ૬ કાંગારું ખેલાડીઓને પેવેલિયન બાજુ ભેગા કર્યાં હતા. આ ઉપરાંત પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી રહેલા મોર્ની મોર્કલે ૨ વિકેટ અને સ્પિનર કેશવ મહારાજે એક વિકેટ ઝડપી હતી.
https://twitter.com/ICC/status/981119177707655168
પ્રથમ ઇનિંગ્સમાં દક્ષિણ આફ્રિકાએ એડેન માર્કરમની સદીના (૧૫૨) સહારે ૪૮૮ રન બનાવ્યા હતા. જયારે મહેમાન ટીમ પ્રથમ ઇનિંગ્સમાં ૨૨૧ રન બનાવી ઓલઆઉટ થઇ ગઈ હતી.
બીજી ઇનિગ્સમાં યજમાન ટીમે ૬ વિકેટના નુકશાને ૩૪૪ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો અને ઓસ્ટ્રેલિયાને ૬૧૨ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો પરંતુ કાંગારું ટીમ માત્ર ૧૧૯ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને આફ્રિકાએ ૩-૧થી સિરીઝ પોતાના નામે કરી હતી.
