Not Set/ ઈંગ્લેન્ડના આ સ્ટાર ક્રિકેટરે પોતાના બેટ પર લખ્યા અપશબ્દ, ICC દ્વારા ફટકારવામાં આવી શકે છે દંડ

હેડિંગ્લી, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ૨ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ મેચમાં યજમાન ટીમે ઇનિંગ્સ અને ૫૫ રને શાનદાર વિજય પ્રાપ્ત કર્યો હતો. વિકેટકીપર બેટ્સમેન જોશ બટલર અને બોલરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે ઇંગ્લેન્ડે મહેમાન ટીમને ત્રીજા જ દિવસે ઇનિંગ્સથી હરાવી હતી. આ સાથે ઇંગ્લેન્ડની ટીમે શ્રેણી ૧-૧થી સરભર કરી છે. આ મેચમાં ઈંગ્લેંડના વિકેટકીપર બેટ્સમેન જોશ બટલરે સૌથી વધુ […]

Sports

હેડિંગ્લી,

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ૨ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ મેચમાં યજમાન ટીમે ઇનિંગ્સ અને ૫૫ રને શાનદાર વિજય પ્રાપ્ત કર્યો હતો. વિકેટકીપર બેટ્સમેન જોશ બટલર અને બોલરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે ઇંગ્લેન્ડે મહેમાન ટીમને ત્રીજા જ દિવસે ઇનિંગ્સથી હરાવી હતી. આ સાથે ઇંગ્લેન્ડની ટીમે શ્રેણી ૧-૧થી સરભર કરી છે.

આ મેચમાં ઈંગ્લેંડના વિકેટકીપર બેટ્સમેન જોશ બટલરે સૌથી વધુ અણનમ ૮૦ રનની ઇનિંગ્સ રમી હતી અને તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરાયો હતો. પરંતુ બટલર હવે તેની મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે નહિ પણ તેના દ્વારા બેટ પર લખવામાં આવેલા એક વાક્યને લઇ ચર્ચાઓમાં છે.

વાસ્તવમાં ઈંગ્લેંડની પ્રથમ ઇનિંગ્સમાં સ્ટુઅર્ટબ્રોડના આઉટ થયા બાદ બટલરે ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન પોતાનું હેલ્મેટ અને બેટ મેદાન પર રાખી દીધું હતું. ત્યારબાદ કેમેરામેને બટલરના મેદાન પર પડેલા બેટના ઉપરના ભાગને ઝૂમ કરીને બતાવ્યું હતું, ત્યારે જેમાં જોવા મળ્યું હતું કે બેટ પર અપશબ્દ લખ્યા હતા.

બટલરના બેટના ઉપરના ભાગ પર લખ્યું હતું કે, “F***  it“. આ સામે આવ્યા બાદ બટલરને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવાનું શરુ થઇ ગયું હતું. ICCના નિયમ અનુસાર, કોઈ પણ ખેલાડી પોતાના પર કઈ પણ લખીને મેદાન પર ઉતરી શકતો નથી. ત્યારે હવે બટલરની આ ભૂલ બાદ આઈસીસી દ્વારા દંડ ફટકારવામાં આવી શકે છે.