Not Set/ પાક. ક્રિકેટર આફ્રિદીને પણ યાદ આવ્યો કાશ્મીર રાગ, આપત્તિજનક ટ્વીટ કરીને UN પર ઉઠાવ્યા સવાલો

દિલ્લી,  જમ્મુ-કાશ્મીરમાં રવિવારે ભારતીય સેના દ્વારા કરવામાં સૌથી મોટા એનકાઉન્ટરમાં ૧૩ આતંકવાદીઓને ઠાર  માર્યા હતા. આ ઘટનાને સેનાની સૌથી મોટી જીત માનવામાં આવી છે. પરંતુ પાકિસ્તાન આ મુદ્દા પર ખુબ હેરાન પરેશાન જોવા મળી રહ્યું છે ત્યારે બીજી બાજુ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને પણ હવે આતંકવાદી પ્રત્યે પોતાની વ્યથા વ્યક્ત કરી છે. આફ્રિદીએ ટ્વીટ […]

Sports

દિલ્લી, 

જમ્મુ-કાશ્મીરમાં રવિવારે ભારતીય સેના દ્વારા કરવામાં સૌથી મોટા એનકાઉન્ટરમાં ૧૩ આતંકવાદીઓને ઠાર  માર્યા હતા. આ ઘટનાને સેનાની સૌથી મોટી જીત માનવામાં આવી છે. પરંતુ પાકિસ્તાન આ મુદ્દા પર ખુબ હેરાન પરેશાન જોવા મળી રહ્યું છે ત્યારે બીજી બાજુ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને પણ હવે આતંકવાદી પ્રત્યે પોતાની વ્યથા વ્યક્ત કરી છે. આફ્રિદીએ ટ્વીટ કરીને સંયુક્ત રાષ્ટ્રની સાથે સાથે બીજા આંતરાષ્ટ્રીય સંગઠનો સામે પણ સવાલ ઉભા કર્યા છે.

https://twitter.com/SAfridiOfficial/status/981084208369192961

શાહિદ આફ્રિદીએ કાશ્મીરમાં કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા આતંકીઓ પ્રત્યે એક ટ્વીટ દ્વારા પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. આફ્રિદીએ આ ટ્વીટમાં જણાવ્યું, “ભારતના કબ્જાવાળા કાશ્મીરમાં સ્થિતિ નાજુક થતી જઈ રહી છે. કાશ્મીરમાં આઝાદીના અવાજને દબાવવામાં આવી રહ્યો છે અને માસુમ લોકોને મારવામાં આવી રહ્યા છે. પરંતુ આ જોઈને પરેશાની થાય છે કે અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે ?  સંયુક્ત રાષ્ટ્ર આવી ઘટનાને રોકવા માટે કોઈ કાર્યવાહી કેમ નથી કરી રહ્યું” ?

તમને જણાવી દઈએ કે, ગત રવિવારે સેનાના એન્કાઉન્ટરમાં શોપિયામાં ૧૧ આતંકી માર્યા ગયા હતા, જયારે અનંતનાગમાં એક આતંકી ઠાર કરવામાં આવ્યો હતો. જો કે આ ઓપરેશનમાં ૩ જવાન પણ શહીદ થયા હતા તેમજ ૫ નાગરિકોના પણ મોત થયા હતા. આ એનકાઉન્ટર પછી સાઉથ અને સેન્ટ્રલ કાશ્મીરમાં ખુબ તનાવનો માહોલ જોવા મળ્યો હતો.

મહત્વનું છે કે, આ પહેલા પણ શાહિદ આફ્રિદી કાશ્મીર સાથે જોડાયેલા મુદ્દાઓ પર ઘણીવાર બોલી ચુક્યા છે. ગત વર્ષે ભારતમાં થયેલા ટી-20 વિશ્વકપ દરમિયાન એક મેચમાં શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે, “અમને સપોર્ટ કરવા માટે કાશ્મીરથી પણ લોકો આવ્યા હતા અને હું તેમનો આભારી છું”. ત્યારબાદ આફ્રિદીની આ વાત પર પણ ઘણી ટિપ્પણીઓ થઇ હતી.

આ ઉપરાંત આફ્રિદી કાશ્મીરની આઝાદીનાં સમર્થન પર ઘણી વખત ટ્વિટ કરી ચુક્યા છે. તેઓએ ૨૦૧૭માં ટ્વિટ કર્યું હતું કે, “કાશ્મીર એક જન્નત છે જે ઘણા સમયથી હિંસાનો શિકાર થઇ રહ્યું છે. હવે સમય છે કે આ મુદ્દાને ઉકેલવામાં આવે. ” આઈ સ્ટેન્ડ વિથ કાશ્મીર, કાશ્મીર સોલિડેરિટી ડે”.