Not Set/ જાણો ઝકરબર્ગએ ટીમ કુકને પ્રત્યોત્તરમાં શું કહ્યું!

ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગએ ફેસબુક ડાટા લિક મસલામાં એપ્પલના CEO ટીમ કુકને જવાબ આપ્યો હતો. ઝકરબર્ગએ કુકને તેનાં પર લગાવેલા આરોપમાં તેના આરોપોને નિરાધાર જણાવતા કહ્યું હતું કે ફેસબુક માત્ર અમીરો માટે જ નથી. જો પોતાની સર્વિસ માટે વપરાશકર્તા પાસેથી પૈસા લેવા પડે તો બધા આવો બોજો ન ઉઠાવી શકે. આ સિવાય ઝકરબર્ગએ પોતાના વિજ્ઞાપનો […]

World

ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગએ ફેસબુક ડાટા લિક મસલામાં એપ્પલના CEO ટીમ કુકને જવાબ આપ્યો હતો. ઝકરબર્ગએ કુકને તેનાં પર લગાવેલા આરોપમાં તેના આરોપોને નિરાધાર જણાવતા કહ્યું હતું કે ફેસબુક માત્ર અમીરો માટે જ નથી. જો પોતાની સર્વિસ માટે વપરાશકર્તા પાસેથી પૈસા લેવા પડે તો બધા આવો બોજો ન ઉઠાવી શકે. આ સિવાય ઝકરબર્ગએ પોતાના વિજ્ઞાપનો પર આધારિત બીસનેસ મોડેલનો પણ બચાવ કર્યો હતો.

ઝકરબર્ગએ સોમવારે આપેલા પોતાના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અહિયાં હકીકત એ છે કે જો આપ કોઈ એવી સર્વિસ આપો છો જે દુનિયાના ખૂણે-ખૂણેથી બધા માટે કામ કરે છે. ત્યારે ઘણા લોકો એવા હોઈ છે જે તેના પૈસા નથી ચૂકવી શકતા.

તેમણે કહ્યું હતું કે વિજ્ઞાપન આધારિત બીસનેસ મોડેલ એક રીત છે કારણ કે જો ફેસબુક પોતાની સેવા માટે પૈસા લેવા માંગે તો ઘણા લોકો છે જે તે પૈસાને ચૂકવી ન શકે.

વાત એમ હતી કે ટીમ કુકે ફેસ્બુકની સર્વિસ પર આંગળી ઉઠાવી હતી. ફેસબુક પર આરોપ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણીના સમયમાં લગભગ 5 કરોડ ફેસબુક યુસર્સનો પર્સનલ ડેટા ફેસબુકે ઉપયોગ કર્યો હતો. તે જ ચુટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા.