Not Set/ એલેક્સ હેલ્સે છીનવી ટીમ ઇન્ડિયાની જીત, ઇંગ્લેન્ડે સીરીઝ કરી 1-1થી બરાબર

કાર્ડિફ, એલેક્સ હેલ્સની શ્રેષ્ઠ રમતના કારણે ઇંગ્લેન્ડે શુક્રવારે બીજી T-20 ઇન્ટરનેશનલમાં ટીમ ઇન્ડિયાને 5 વિકેટે હરાવી દીધું હતું. આ સાથે જ ઇંગ્લેન્ડે ત્રણ મેચોની સીરીઝમાં 1-1 થી બરાબરી કરી લીધી છે. સીરીઝનો ત્રીજો અને નિર્ણાયક મુકાબલો 9 જુલાઈએ બ્રિસ્ટલમાં રમાશે. કાર્ડિફમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને ટીમ ઇન્ડિયાને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમે 20 […]

Top Stories India Sports

કાર્ડિફ,

એલેક્સ હેલ્સની શ્રેષ્ઠ રમતના કારણે ઇંગ્લેન્ડે શુક્રવારે બીજી T-20 ઇન્ટરનેશનલમાં ટીમ ઇન્ડિયાને 5 વિકેટે હરાવી દીધું હતું. આ સાથે જ ઇંગ્લેન્ડે ત્રણ મેચોની સીરીઝમાં 1-1 થી બરાબરી કરી લીધી છે. સીરીઝનો ત્રીજો અને નિર્ણાયક મુકાબલો 9 જુલાઈએ બ્રિસ્ટલમાં રમાશે.

કાર્ડિફમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને ટીમ ઇન્ડિયાને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે પાંચ વિકેટ ગુમાવીને બે બોલ પહેલા જ લક્ષ્ય હાંસિલ કરી લીધું હતું. ભુવનેશ્વર કુમારના બોલ પર ડેવિડ વિલીએ ડીપ મિડવિકેટની દિશામાં વિજયી ચોક્કો માર્યો હતો.

લક્ષ્યને હાંસિલ કરવા ઉતારેલી ઇંગ્લેન્ડની ટીમે પહેલી ઓવરમાં 14 રન બનાવીને પોતાના ઈરાદા જાહેર કરી દીધા હતા. જોકે, ત્રીજી ઓવરમાં ઉમેશ યાદવે જેસન રોય(15)ને ક્લીન બોલ્ડ કરીને ઇંગ્લેન્ડને જોરદાર ઝટકો આપ્યો હતો. ઉમેશે પોતાની આગળની ઓવરમાં જોશ બટલરને મીડઓફ પર વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરી ઇંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. સ્કોરમાં હજુ 11 રન જ જોડાયા હતા ને ચાહલે જો રૂટ(9)ને ક્લીન બોલ્ડ કરીને ઇંગ્લેન્ડની ત્રીજી વિકેટ પાડી હતી.

અહીંથી એલેક્સ હેલ્સે કેપ્ટન ઇયાન મોર્ગન સાથે ચોથી વિકેટની ભાગીદારીમાં 48 રન કરીને ઇંગ્લેન્ડની બાજી સાંભળી હતી. હાર્દિક પંડ્યાએ મોર્ગનને ડીપ ફાઈન લેગ પર ધવનના હાથે કેચ આઉટ કરીને આ ભાગીદારીને તોડી હતી. ધવને સુંદર કેચ ઝડપ્યો હતો.

 

ત્યારબાદ જોની બેયરસ્ટોએ 17 બોલમાં બે છક્કાની મદદથી ખુબ ઝડપથી 28 રન બનાવ્યા અને હેલ્સ સાથે  પાંચમી વિકેટ માટે 34 રનની ભાગીદારી કરી. ભુવનેશ્વર કુમારે બેયરસ્ટોને ફાઈન  લેગ પર કુલદીપ યાદવના હાથે કેચ ઝડપાવીને ઇંગ્લેન્ડને મહત્વનો ઝટકો આપ્યો.

જોકે, વિકેટો પડવાની અસર હેલ્સે પોતાના પર થવા દીધી ના હતી. અને એમણે સંયમ રાખીને ટીમને જીત આપવી હતી. હેલ્સે ભુવી દ્વારા કરવામાં આવેલી અંતિમ ઓવરના પહેલા બોલ પર લાંબો છક્કો મારીને પોતાની ફિફ્ટી પૂરી કરી અને ઇંગ્લેન્ડની જીત સુનિશ્ચિત કરી હતી. ટીમ ઇન્ડિયા તરફથી ઉમેશ યાદવે સર્વાધિક બે વિકેટ પાડી હતી. ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને યુજવેન્દ્ર ચાહલને એક-એક સફળતા મળી હતી.