દેશમાં અને રાજ્યમાં ઠેરઠેર વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. ગુજરાત, દિલ્હી, હરિયાણા, ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ વરસાદી ઝાપટાં પડવાથી ગરમીમાં રાહત મળી છે.
#WATCH: Rain lashes parts of the national capital, bringing respite from the heat. Visuals from Moti Bagh. #Delhi pic.twitter.com/kGmzKlmgyN
— ANI (@ANI) April 9, 2018
ગુજરાત રાજ્યમાં હાલ ગરમની અસરની શરૂઆત જ થઈ છે ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક જગ્યાઓએ ક્મોસી વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ક્મોસી વરસાદના ઝાપટાં પડતાં ખેડૂતોમાં ચિંતાનું વાવાઝોડું ફરી વળ્યું છે કારણે હજુંતો કેરી શરુઆત જ થઈ છે અને વરસાદી ઝાપટાં પડવાના કારણે કેરીના પાકને નુક્શાન પહોંચી રહ્યું છે. ધારી-બગસરામાં ઘઉંના પાકને નુકશાન થયું છે અને અન્ય વિસ્તારોમાં જીરાના પાકને ઘણું નુકશાન પહોંચ્યું છે.
બીજી બાજુ ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં અચાનક જ હળવો વરસાદ પડવાની શરૂઆત થતા લોકો આશ્વર્યમાં મૂકાઈ ગયા હતા. રાજકોટ, દ્વારકા, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, અમરેલીમાં પણ કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાયો જેના કારણે વાતાવરણમાં પલટાથી ગરમીમાં રાહત મળી છે.
અંબાજીમાં ઉનાળાની અકળાવનારી ગરમી વચ્ચે વાતાવરણમા પલટો થયો છે. વાદળછાયુ વાતાવરણ થતા કાળાડિબાંદ વાદળા થઇ ગયા છે. જેને કારણે વરસાદની પરિસ્થિતી સર્જાતા ખેડૂતોને નુકશાનની ભીતિનો ડર સમાવી રહ્યો છે.
Rain lashed parts of the national capital, bringing respite from heat. Visuals from Moti Bagh. #Delhi pic.twitter.com/2oC2plRhWX
— ANI (@ANI) April 9, 2018
દિલ્હી, હરિયાણા, ઝિંદ, ભિવાની, રોહતક, પાનીપત, કરનાલમાં પણ ધૂળની ડમરીઓ અનેર વરસાદી ઝાપટાં પડ્યા હતા. ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ વરસાદી ઝાપટાં પડવાથી ગરમીમાં રાહત મળી છે.
Haryana: Several tonnes of wheat at Karnal's Nissing Mandi destroyed due to unseasonal rain. pic.twitter.com/DUa3wU5mpu
— ANI (@ANI) April 9, 2018
હવામાન અધિકારીના જણાવ્યાં પ્રમાણે હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઓલાવૃષ્ટિ થઈ શકે છે તેવી સંભાવનાઓ છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં ઝડપી પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. હાલ તો વરસાદી ઝાપટાં પડવાથી દેશભરમાં ગરમીથી રાહત મળશે.
