Not Set/ પ્રિયા પ્રકાશના ગીત વિરુધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ પીટીશન, કહેવામાં આવ્યું, “આંખ મારવી એ ઇસ્લામમાં હરામ છે”

દિલ્લી, ગત ફેબ્રુઆરી માસમાં સોશિયલ મીડિયામાં બી.કોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી ૧૮ વર્ષની મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરનો એક વિડીયો વાઈરલ થયો હતો. આ વિડીયોમાં પ્રિયા પ્રકાશ તેના મિત્ર સાથે આંખોના ઇશારાથી પ્રેમની વાતો કરતી જોવા મળી હતી અને ટુંક જ સમયમાં નેશનલ ક્રશ બની હતી. પરંતુ મલયાલમ એક્ટ્રેસની આ વિંક સ્ટાઇલ વિરુધ સુપ્રીમ કોર્ટમાં અરજી […]

India

દિલ્લી,

ગત ફેબ્રુઆરી માસમાં સોશિયલ મીડિયામાં બી.કોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી ૧૮ વર્ષની મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરનો એક વિડીયો વાઈરલ થયો હતો. આ વિડીયોમાં પ્રિયા પ્રકાશ તેના મિત્ર સાથે આંખોના ઇશારાથી પ્રેમની વાતો કરતી જોવા મળી હતી અને ટુંક જ સમયમાં નેશનલ ક્રશ બની હતી. પરંતુ મલયાલમ એક્ટ્રેસની આ વિંક સ્ટાઇલ વિરુધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

પ્રિયા પ્રકાશના વિડીયો સામે કરવામાં આવેલી પીટીશનમાં જણાવવામાં આવ્યું છે કે, ફિલ્મ ‘ઉરુ અદાર લવ’ના એક સીનમાં પ્રિયા પ્રકાશ વોરિયરને આંખ મારતી બતાવવામાં આવી છે તે દૃશ્ય ઈસ્લામમાં હરામ માનવામાં આવે છે. ઈસ્લામમાં આંખ મારવાનું કૃત્ય હરામ ગણવામાં આવે છે ત્યારે આ ફિલ્મના ગીત વિરુદ્ધ હૈદરાબાદની બે પાર્ટીઓએ કેસ દાખલ કર્યો છે.

આ પહેલા ગત ફેબ્રુઆરી મહિનામાં મહારાષ્ટ્રનાં એક સ્થાનિક સંગઠને પ્રિયા પ્રકાશની ફિલ્મ ‘ઉરૂ અદાર લવ’નાં એક ગીત સામે મુસ્લિમોની ભાવના આહત થઇ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ફિલ્મનાં નિર્દેશક ઓમર લુલુ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ મહારાષ્ટ્રનાં જિંસી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

https://youtu.be/p6aV7ZwlLWg

જો કે ત્યારબાદ પ્રિયાએ મલયાલમ ફિલ્મ ‘ઉરૂ અદાર લવ’નાં ગીતને લઇને ઉઠેલા વિવાદ બાદ તેની સામે નોંધાવવામાં આવેલી એફઆઇઆર રદ્દ કરાવવાની અરજી કરી હતી.

મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, ” ફિલ્મ ઉરૂ અદાર લવનું આ ગીત ૪૦ વર્ષ જૂનું છે અને આ પહેલા ગીત પર મુસ્લિમ સમુદાય દ્વારા કોઇ જ વિરોધ ઉઠાવવામાં આવ્યો ન હતો. ત્યારે એકાએક આ ગીત દ્વારા કોઈની લાગણી દુભાઈ શકે નહીં.

આ અગાઉ હૈદરાબાદમાં કેટલાક યુવાનોએ આ ગીત વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી અને રઝા એકેડેમીએ તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. આ ઉપરાંત હરિયાણાનાં ફતેહાબાદમાં શિક્ષણ વિભાગે આદેશ જાહેર કરતા કહ્યું કે આવા વિડીયો સ્કૂલમાં બાળકોનેના બતાવવામાં આવે.

મહત્વનું છે કે, ૧૮ વર્ષીય મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ ફિલ્મ ઉરુ અદર લવથી  ડેબ્યુ કરી રહી હતી. આ ફિલ્મ ૩માર્ચના રોજ રિલીઝ થવાની હતી પરંતુ આ વિડીયોના લીધે ફિલ્મની રિલીઝ પહેલા જ પ્રિયા નેશનલ ક્રશ બની ગઈ હતી. આ વિડીયો વાઈરલ થયા બાદ સર્ચ એન્જીન ગુગલમાં સૌથી વધુ સર્ચ થયો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા મેસેન્જર ઈન્સ્ટાગ્રામમાં પણ પ્રિયા પ્રકાશના ૧ મિલિયનથી વધુ ફોલોઅર થયા હતા.