મહેસાણા,
દુનિયાભરમાં સૌથી વધુ રૂપિયા ધરાવતા લોકોની ગણના અબજોપતિ કે કરોડપતિ તરીકે કરવામાં આવતી હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં તેને ઈચ્છા હોય છે કે તે પણ એક દિવસ કરોડપતિ બને. આ માટે લોકો પોતાની જિંદગી દરમિયાન તનતોડ મહેનત કરતા હોય છે ત્યારબાદ અમુક વ્યક્તિ કરોડપતિ બનતા હોય છે જયારે કેટલાક નથી બની શકતા.
પરંતુ ગુજરાતના મહેસાણામાં પાંચોટ ગામ છે ત્યાં એક સંસ્થામાં જન્મતા દરેક કુતરાઓ જન્મથી જ કરોડપતિ બની જાય છે. તમને આ વાત જાણીને આશ્ચર્ય થશે પણ આ એક કડવું સત્ય છે.
આ વાત છે ગુજરતના મહેસાણા જિલ્લાના પંચોત ગામની કે જ્યાં એક ટ્રસ્ટની દેખરેખ માટે ૭૦ કુતરાઓ રહે છે અને તે તમામ કરોડપતિ છે.

એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર, મહેસાણાના પાંચોટ ગામમાં કુતરાઓના કલ્યાણ માટે “માઢ ની પતી કુતરિયા” નામની એક સંસ્થા બનાવવામાં આવી છે. આ સંસ્થા પાસે ૨૧ વીઘા જમીન છે. આ જમીન પાસે મહેસાણા બાઈપાસ રોડ બનવાના કારણે ત્યાની જમીનોની કિંમતમાં ઘરખમ વધારો થયો છે.
આ જમીનનો ભાવ ૩.૫ કરોડ પ્રતિ વીઘા પહોચી ગયો છે. આ જ પ્રમાણે આ સંસ્થાની ૨૧ વીઘા જમીનની કિંમત ૭૦ કરોડ રૂપિયાથી વધુ છે. આ જમીનથી થનારી તમામ કમાણી આ કુતરાઓના નામે છે ત્યારે સંસ્થાની દેખરેખ માટે રહેનારા તમામ કુતરાઓ એક કરોડ રૂપિયાના માલિક છે.
આ ટ્રસ્ટના અધ્યક્ષ છગનભાઈ પટેલે જણાવ્યું, અમારા ગામમાં જીવદયાનો એક લાંબો ઈતિહાસ છે. આ પરંપરાની શરૂઆત અમીર પરિવારો દ્વારા એ જમીનના દાનથી થઇ હતી કે તે જમીનની તેઓ દેખરેખ કરી શકતા નથી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ પહેલા જમીનના ભાવ આસમાને પહોચ્યા ન હતા પરંતુ તાજેતરમાં બાઈપાસનું નિર્માણ શરુ થવાના કારણે આ વિસ્તારની જમીનની કિંમતમાં ઘણો વધારો થયો છે.
કુતરાઓ માટે દાનમાં આપવામાં આવેલી આ જમીનની દેખરેખ આજથી લગભગ ૭૦ વર્ષ પહેલા કેટલાક પટેલ ખેડૂતોએ શરુ કરી હતી. દર વર્ષે રોપણીની સિઝન બાદ આ જમીનની નીલામી કરવામાં આવે છે. આ નીલામીમાં જે વ્યક્તિ સૌથી વધુ રકમ આપવા માટે તૈયાર થાય છે તેઓને એક વર્ષ સુધી આ જમીન પર ખેતી કરવા માટેનો અધિકાર આપવામાં આવે છે.


આ ખેતીથી થનારી કમાણીથી કુતરાઓની દેખરેખ કરવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા કુતરાઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થા માટે એક “રોટલા ઘર” બનાવવામાં આવ્યું છે, જ્યાં બે મહિલાઓ દ્વારા આ તમામ કુતરાઓ માટે રોટલા તૈયાર કરવામાં આવે છે.
