Not Set/ મલિયાધરા ગામે જૂથ અથડામણ, ત્રણ લોકો ઇજાગ્રસ્ત

ચીખલી, નવસારી જીલ્લાનાં ચીખલી તાલુકાનાં મલિયાધારા ગામે એક જ કોમના બે જૂથો વચ્ચે મારામારી થઇ હતી. મારામારી થતા ત્રણ શખ્સોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મારામારીના બનાવને લઇને ચીખલી પોલીસ સ્ટેશનમાં બન્ને પક્ષોએ સામસામે ફરિયાદ કરી હતી. ફરિયાદને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન પોલીસને […]

Gujarat

ચીખલી,

નવસારી જીલ્લાનાં ચીખલી તાલુકાનાં મલિયાધારા ગામે એક જ કોમના બે જૂથો વચ્ચે મારામારી થઇ હતી. મારામારી થતા ત્રણ શખ્સોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ મારામારીના બનાવને લઇને ચીખલી પોલીસ સ્ટેશનમાં બન્ને પક્ષોએ સામસામે ફરિયાદ કરી હતી. ફરિયાદને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન પોલીસને બન્ને જૂથો વચ્ચે અનાર નવાર ઝગડા થયા હોવાની માહિતી મળી હતી. ખેતરમાં પાણી છોડવા બાબતે ઝગડો થયો હોવાનુ સામે આવ્યુ હતુ. આ સમગ્ર મામલાને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચીખલી ના મલિયાધરા ગામે રાત્રી દરમિયાન એકજ કોમના બે જુથો વચ્ચે મારામારી થતા ત્રણ જેટલા લોકો ને ઈજા થઈ હતી.જેમાં એકને ગંભીર હાલતમાં સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે.આ પ્રકરણમાં સામસામે ફરીયાદ નોધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જેમાં એક મગનભાઈ મંગાભાઈ પટેલ નામના વૃદ્ધ કે જેઓ ચીખલી કાવેરી સુગરના ડીરેકટર અને મલિયાધરા ગામના માજી સરપંચ છે. જેમને ગંભીર ઈજા થતા સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે તેમના પુત્ર દિનેશને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

તો એક મહીલાને ચીખલીને રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે ચીખલી પોલીસ મથકે બંન્ને જુથો દ્વારા સામસામી ફરીયાદ નોંધાતા પોલીસે 10થી વધુ લોકો વિરૂદ્ધ ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે. જોકે આ બંન્ને જુથો વચ્ચે અગાઉ પણ ઘણીવાર ઝઘડા થઈ ચૂકયા હોવાનુ જાણવા મળી રહ્યુ છે.