Relationship Tips/ કેમ લગ્ન પછી તરત જ હનીમૂન માટે નીકળી જાય છે કપલ?

લગ્ન શબ્દ સાંભળીને જ બધા ના મગજ માં પેહલો વિચાર આવે એ છે મોજ મસ્તી. પણ લગ્ન એ મોજ મસ્તી ની સાથે ઘણી જવાબદારી પણ આવે છે.

Lifestyle Relationships
લગ્ન

લગ્ન શબ્દ સાંભળીને જ બધા ના મગજ માં પેહલો વિચાર આવે એ છે મોજ મસ્તી. પણ લગ્ન એ મોજ મસ્તી ની સાથે ઘણી જવાબદારી પણ આવે છે. લગ્નના દિવસ માટે, લોકો પહેલેથી તૈયારીઓ માટે તૈયારી કરી રહ્યાં હોઈ છે. લગ્ન ના પ્રત્યેક ધાર્મિક વિધિનું બહુ મહત્વ છે. સંગીતથી વિદાય સુધીની વિધિઓ ખૂબ જ ખાસ હોય છે.

આ પણ વાંચો :શારીરિક સંબંધ બાધવા માટે આ ઉંમર કહેવાય છે પરફેક્ટ

આ ખાસ લગ્ન દિવસ યાદગાર બનાવવા માટે, કન્યા અને વરરાજા પક્ષ ખૂબ જ મહેનત કરે છે. પરંતુ લગ્ન પછી, કન્યા અને વરરાજા જે દિવસની રાહ જોઈ રહ્યા હોઈ છે તે છે હનીમૂન. કેટલાક યુગલો પહેલાથી જ હનીમૂન માં ક્યાં જશે તે નકી કરી લે છે અને કેટલાક કુટુંબ હનીમૂન માટે સરપ્રાઈઝ આપે છે. હવે પ્રશ્ન એ છે કે, હનીમૂન શું છે? પહેલાના સમયમાં એવો કોઈ રિવાજ નહોતો. પરંતુ આજના સમયમાં આ ખૂબ જ ટ્રેન્ડી છે. હનીમૂન દ્વારા યુગલો એકબીજા સાથે પોતાનો કવોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકે. આ એવા કેટલાક ક્ષણો છે કે જે જીંદગીભર યાદ રહેવાનાં હોય છે. લગ્ન પછી આપડે બધાએ આ એક સાથે સુંદર ક્ષણો વિતાવાવાળા આ સમયગાળા ને  હનીમૂન નામ આપ્યું.

પરંતુ કેટલાક લોકો એમ માને છે, કે હનીમૂન એટલે બહાર જવું અને શારિરીક સંબંધોની સ્થાપના કરવી જ છે. પરંતુ લોકોની આ માન્યતા એકદમ ખોટી છે. તમે જાણતા નહિ હોઈ પણ કેટલાક યુગલો એવા પણ છે જે હનીમૂન દરમિયાન કનેક્શન બનાવતા જ નથી. કેટલાક યુગલો દ્વારા આ કબૂલેલું છે. હનીમૂન વિવાહિત જીવન શરૂ કરતા પહેલાં હૂંફાળું કામ કરે છે, જેની યાદગીરીઓ તમારા હૃદયમાં હંમેશાં જીવંત રહેવાના છે.

ઘણા લોકો માટે હનીમૂન એ રોમેન્ટિક વેકેશન છે પણ ઘણા લોકો માટે લગ્ન પછી રિલેક્સ થવા માટે નું વેકેશન છે. પણ ખરેખર સાચા અર્થમાં  હનીમૂનએ મેરીડ કપલ ની જિંદગી નો સૌથી રોમેન્ટિક એન્ડ મહત્વપૂર્ણ પીરીયડ છે.

પણ ઘણા લોકો લગ્ન ની તૈયારીમાં એટલી મેહનત કરી હોઈ છે એ થાક ને દૂર કરવા માટે હનીમૂનમાં જતા હોઈ છે. પણ એમાં બધા ની વિચારસણી અલગ હોઈ છે. પરંતુ હનીમૂન માંથી બધા કપલ એવા મોમેન્ટ્સ સાથે લઇ ને આવે છે કે જે ઝીંદગી ભર યાદ રહેતા હોઈ છે. એટલા માટે જ હનીમૂન ની એક અલગ જ ક્રેઝ છે. તેથી જો તમારા લગ્ન હમણાં જ થયા હોઈ અથવા થવાના હોઈ, તો પછી હનીમૂન માટે યોગ્ય સ્થાન ગોતી લો.

આ પણ વાંચો : સતત એડલ્ટ કન્ટેટ જોતા લોકોને થઇ શકે છે આ પ્રોબ્લમઃ રિસર્ચ

આ પણ વાંચો :લગ્ન પહેલા છોકરાઓએ ફોલો કરવી જોઈએ આ ટિપ્સ, એકદમ ફિટ અને હેલ્દી દેખાશો

આ પણ વાંચો :આ બે ફળનાં સેવનથી સેક્સ લાઇફમાં વધારો કરવામાં મળે છે મદદ

આ પણ વાંચો : પતંગ ઉડાડવાથી શરીર રહે છે સ્વસ્થ, જાણો આ પરંપરા પાછળનું વૈજ્ઞાનિક કારણ