Recipe/ અસ્સલ અમૃતસરી છોલે બનાવવા માટે વપરાય છે આ ખાસ ચીજ

આવી રીતે બનાવશો અમૃતસરી છોલે, તો આવશે અસ્સલ પંજાબ જેવો સ્વાદ

Food Lifestyle

અમૃતસરી છોલે બનાવવા માટેની સામગ્રી :
કાબુલી છોલે ચણા(સફેદ ચણા) :- ૨૦૦-૨૫૦ ગ્રામ
મીઠો સોડા (ખાવાનો સોડા) :- ચપટી
ચા ની ભૂકી :- ૧-૧/૨ ચમચી
તમાલપત્ર :- ૨ નંગ
તજ :- ૨-૩ ટુકડા
લવિંગ :- ૪-૫ નંગ
મરી :- ૪-૫ નંગ
ઈલાયચી :- ૩-૪ નંગ
બાદિયા :- ૧-૨ નંગ
એલચો :- ૧ નંગ
ટામેટા :- ૨-૩ નંગ
મરચાં :- ૧ નંગ
ડુંગળી :- ૩-૪ નંગ
લસણ :- ૬-૮ કળી
આદુ :- ૧ ઈંચ નો ટુકડો
હીંગ :- ૧/૪ ચમચી
મરચું :- ૧/૨ ચમચી
ધાણા-જીરૂ પાવડર :- ૧ ૧/૨-૨ ચમચી
હળદર :- ૧/૪ ચમચી
ચના મસાલો :- ૧-૧/૨ ચમચી
ગરમ મસાલો :- ૧/૨ ચમચી
મીઠું :- સ્વાદાનુસાર
કસૂરી મેથી :- ૧/૨ ચમચી
ધાણા :- ગાર્નિશ કરવા માટે
ક્રીમ :- ગાર્નિશ કરવા માટે
તેલ :- જરૂર મુજબ
લીલા મરચા :- ૨-૩ નંગ મોટા ટુકડા કરેલા
લસણ :- ૫-૬ કળી ઝીણી સમારેલી
જીરુ પાવડર :- ૧ ૧/૨ ચમચી
ચણા મસાલો :- ૧/૨ ચમચી
કાશ્મીરી મરચું પાવડર :- ૧ ચમચી

Traditional Amritsari Chole Recipe (Step by Step) - Whiskaffair

અમૃતસરી છોલે બનાવવા માટેની રીત :-
પહેલા કાબુલી છોલે ચણાને ચપટી મીઠો સોડા નાખી ૮-૧૦ કલાક પલાળી રાખવા. હવે કુકરમાં ૪-૫ ગ્લાસ પાણી લઈ તેમાં ચાની ભૂકીને સુતરાઉ કાપડમા પોટલી વા઼ળી નાખવી. તથા તેમાં તમાલપત્ર, તજ, લવિંગ, મરી, ઈલાયચી, બાદિયા, એલચો વગેરે નાખી ચણા બાફી લેવા.

હવે ટામેટા અને મરચાં ને મિક્ષર માં ક્રશ કરી લેવા અને સાઈડમાં રાખવા. બીજા બાઉલમાં ડુંગળી, લસણ અને આદુ ક્રશ કરી લેવું અને સાઈડમાં રાખવા.

હવે એક કઢાઇ માં તેલ લઈ તેમાં ચણા બાફતી વખતે નાખેલા તેજાના નાખી તેમાં ડુંગળીની પેસ્ટ નાખવી. ડુંગળી ની પેસ્ટ સાંતળી તેમાં ટામેટાની પેસ્ટ નાખી બરાબર સાંતળવી. તેમાં મીઠું અને બધા સૂકા મસાલા નાંખી ૨-૩ મીનીટ ચડવા દેવું. તેમાં બાફેલા ચણા નાખી ૮-૧૦ મીનીટ ચડવા દેવું. ચણા થોડા અધકચરા વાટી લેવા. છેલ્લા કસૂરી મેથી હાથ પર ક્રશ કરી ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું. તૈયાર છે અમ્રિત્સરી છોલે ચણા. તેને સર્વિંગ બાઉલમાં કાઢી લેવા.

હવે એક વઘાર માટે ૩ ચમચી તેલ ગરમ કરી તેમાં લસણ, લીલા મરચાં, જીરુ પાવડર, ચણા મસાલો અને કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી વઘાર કરવો અને ચણા પર નાખવો. ઉપર લીલા ધાણા અને ક્રીમ થી સજાવી ગરમાગરમ ભટુરે/કુલ્ચા અને લચ્છા ડુંગળી સાથે પીરસવું. 😋😋

આ પણ વાંચો-  ‘બીટ’ ના સેવનથી દૂર થતી બીમારીઓ, જાણો અતિ-ગુણકારી બીટના ફાયદા

આ પણ વાંચો-  Sleeping Tips / ઊંઘના દુશ્મન છે આ 7 Food, રાત્રે ખાવાથી દૂર ભાગે છે નિંદ્રા

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે