Sleeping Tips / ઊંઘના દુશ્મન છે આ 7 Food, રાત્રે ખાવાથી દૂર ભાગે છે નિંદ્રા

આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલ અને મોર્ડન કલ્ચરમાં ઘણાં લોકોમાં હેલ્થી ફૂડનો અભાવ જોવા મળે છે.જે ઘણી ખરી બીમારીઓ નોંતરે છે. બીમારીઓથી દૂર રહેવા તેમજ સારાં અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટે બેલેન્સ્ડ ડાયટ અને એક્સરસાઈઝની સાથે પૂરતી ઊંઘ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ ઘણા લોકોને થતા ઉજાગરાના કારણે તેમના સ્વાસ્થય પર ઘણો ખરાબ પ્રભાવ પડે છે. જેના કારણે તેમના લીવર પર પણ ખરાબ અસરો થતી હોય છે. પરંતુ શું આપ જાણો છો કે સમયસર ઉંઘ ન આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે? ઘણાં લોકો એવી તો કેવી કેવી ભૂલો કરી બેસે છે, જેના કારણે તેમને ઊંઘ નથી આવતી? આવો વિસ્તારથી જાણીએ આ ભૂલો વિશે…

– દરેક વ્યક્તિએ દરરોજ એટલે કે એક દિવસમાં 7થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી હોય છે.
– કારણ કે તણાવ અને કામનો ભાર ઘણી સમસ્યાઓ પેદા કરે છે.
– ખોટી આદતો પણ અનિદ્રાનો પ્રોબ્લેમ વધારે છે.
– આ સિવાય ખાનપાનની ખોટી આદતો પણ અનિદ્રાનો સમસ્યા વધારે છે.

ચા-કોફી:
વર્કલોડના કારણે રિલેક્સ રહેવા માટે ચા-કોફીનું સેવન થાક તો દૂર કરે છે. પણ તેમાં રહેલું કેફીન રાત્રે અનિદ્રાની તકલીફ વધારે છે

મસાલેદાર ખોરાક:
રાત્રે વધુ તીખો-તળેલો કે મસાલેદાર ખોરાક ખાવાથી તે શરીરનું ટેમ્પ્રેચર વધારી દે છે. જેના કારણે રાત્રે સૂતી વખતે બેચેની અને એસીડિટીની તકલીફ પણ વધી જાય છે જેના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે.

બીમારી:
પૂરતી ઊંઘ ન લેવાથી શરીરના હોર્મોન્સ ઈમ્બેલેન્સ થતા ઘણી બીમારીઓ થઈ શકે છે. જેમાં ડાયાબિટીસ, બીપી, સ્થૂળતા અને હાર્ટની બીમારીઓ થવાનો ખતરો પણ વધી જાય છે.

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

ભૂખ કરતાં વધારે ખાવું:
રાતે મોડા ખાવાથી બચવું જોઈએ અને રાતે 7થી 8 વાગ્યાની વચ્ચે હળવું ડિનર લેવું જોઈએ. ઓછા મસાલાવાળી દાળ, રોટલી અથવા સૂપ ડિનરમાં લો.
રાત્રે પેટ ભરીને ખાવાની જગ્યાએ થોડું ઓછું ખાઓ, જેથી ખોરાક પચાવવામાં મુશ્કેલી ન થાય અને રાતે પ્રોપર ઊંઘ પણ આવે.

ડાર્ક ચોકલેટ:
ડાર્ક ચોકલેટ રાત્રે ખાવાથી ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે. તેને ખાવાથી શરીરને વધુ સ્ફૂર્તિ મળે છે અને મગજ પણ એક્ટિવ થઈ જાય છે. જેથી રાતે સૂતા પહેલાં ક્યારેય ડાર્ક ચોકલેટ ખાવી નહીં.

આલ્કોહોલ:
ઘણાં લોકો એવું વિચારે છે કે રાતે આલ્કોહોલ પીવાથી સારી ઊંઘ આવે અને થાક દૂર થઈ જાય છે પણ આ એક મિથક છે. હકીકતમાં આલ્કોહોલ શરીરમાં જઈને મગજને સુન્ન કરી દે છે. જેના કારણે વ્યક્તિ ભાનમાં નથી રહેતો અને તેને લાગે છે કે સારી ઊંઘ આવે છે પણ રાત્રે આલ્કોહોલ લેવાથી સવારે વ્યક્તિનું માથું ભારે લાગે છે અને શરીર થાકેલું લાગે છે.

નૉન-વૅજ:
પ્રોટીન ડાયટ લેવું એ સ્વાસ્થ્ય માટે સારું છે, પણ વધુ પ્રમાણમાં રાત્રે પ્રોટીન લેવાથી અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. ચિકનમાં વધુ માત્રામાં પ્રોટીન હોય છે. જેથી સૂતા પહેલાં તેને ખાવાથી તેની સીધી જ અસર ઊંઘ પર થાય છે.

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે

આ પણ વાંચો-  Glowing skin / ખીલના ડાઘા અને કરચલી દૂર કરે છે માત્ર 15 મિનિટમાં, ચહેરા પર  ચમક આપશે આ ચીજ

 

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery