Lifestyle/ મકર સંક્રાંતિ પર ચોખાના ઉપયોગ વિના બનાવો ખીચડો, ગરમાગરમ ઘી ઉમેરીને ખાઓ…ફટાફટ રેસિપી..!

Khichdo (ખીચડો) એક પરંપરાગત હૅલ્ધી રેસિપી છે જેને મકર સંક્રાંતિ પર બનાવવામાં અને દાન કરવામાં આવે છે, એની વિશેષતા છે કે એમાં ચોખાનો ઉપયોગ થતો નથી…

Trending Food Health & Fitness Lifestyle
Khichdo, ખીચડો, મકર સંક્રાંતિ, હૅલ્ધી, રેસિપી

Lifestyle: મકર સંક્રાંતિ (Makar Sankranti) પર ચોખાનો ઉપયોગ કર્યા વિના ખીચડો બનાવીને ખાઇ શકાય છે. 14 જાન્યુઆરી (14 January) અર્થાત્ આજે એકાદશી (Ekadashi) હોવાને કારણે ઘણા લોકો ચોખા ખાતા નથી હોતા. આ તહેવાર નિમિત્તે ખીચડો (Khichdo) બનાવવાની આ રેસિપી સૌને અવશ્ય ભાવશે.

મકર સંક્રાંતિ અને એકાદશીનો અનોખો સંયોગ

મકર સંક્રાંતિ અર્થાત્ ઉત્તરાયણ (Uttarayan)નું પર્વ પર ખીચડો બનાવવાનું અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. કેટલાક ભાગોમાં તો આ તહેવાર આ સ્પેશ્યલ ઘઉંના ફાડા (Ghau na Fada) કે છડેલા ઘઉંનો અને દાળનો બનેલો ખીચડો (Khichdo) બનાવ્યા વિના અધૂરો ગણાય છે. આજે 14 જાન્યુઆરીએ અગિયારસ છે. ઘણા બધા લોકો ઉપવાસ કરે કે ન કરે પણ આજે અગિયારસના દિવસે ચોખા (Rice) ખાતા નથી હોતા. આ સંજોગોમાં તમે ઉત્તરાયણ સ્પેશ્યલ ખીચડો બનાવી શકો છો. આ ખીચડો બે પ્રકારનો બનતો હોય છે એક ગળ્યો અને એક તીખો! આપણે તીખો ખીચડો બનાવવાની રેસિપી (Spicy Khichdo Recipe) વિશે જોઇશું.

Khichdo, ખીચડો, મકર સંક્રાંતિ, હૅલ્ધી, રેસિપી

ઉત્તરાયણ સ્પેશ્યલ ખીચડો (Khichdo) રેસિપી

મકર સંક્રાંતિનો તહેવાર હર્ષોલ્લાસનનું પર્વ છે. ગુજરાત (Gujarat)માં સવિશેષ ઉજવાતી ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિની વાત કરીએ તો, સૌપ્રથમ તો આપણને ખુલ્લું આકાશ અને પતંગ-ફીરકી (Patang-Firki) જ યાદ આવે! તલ-ગોળની લાડુડી, તલ સાંકળી (Til Papdi), સીંગની ચીકી, દાળીયાની ચીકી, ઉંધિયુ-જલેબી વગેરે વાનગીઓની સ્વાદ અને સોડમ વિશે વિચારવામાત્રથી જ આપણા મોંમાં આવી જાય છે. વળી, સિઝનલ ફળો જેવા કે બોર, જામફળ અને શેરડી (Bor, Guava and Sugarcane) ખાવાની તો મજા જ કંઇ ઓર છે! પરંતુ, જે વસ્તુ આપણને સૌથી વધુ આકર્ષે છે તે છે ભૂરા સ્વચ્છ આકાશમાં વિહાર કરતા રંગબેરંગી પતંગો (Kites) તથા સ્વાદિષ્ટ પરંપરાગત વાનગી ખીચડો (Khichdo)! તો ચાલો જોઇશું ખીચડો બનાવવાની આસાન રેસિપી….

શી રીતે બનાવશો મકર સંક્રાંતિ વિશેષ ખીચડો?

ખીચડો (Khichdo) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Khichdo, ખીચડો, મકર સંક્રાંતિ, હૅલ્ધી, રેસિપી

સામગ્રી

અડધો કપ તુવેર દાળ, મગફોતરા કે કાળા અડદની દાળ

અડધો કપ ઘઉંના ફાડા

2 ચમચી ઘી

ચપટી હીંગ

1/2 ચમચી આખું જીરું

1/2 ચમચી હળદર

સ્વાદાનુસાર મીઠું

આવશ્યકતા અનુસાર પાણી

આદુ-મરચાંની પેસ્ટ

2-3 લવિંગ

1 તજનો ટુકડો

4-5 આખા મરી

Khichdo, ખીચડો, મકર સંક્રાંતિ, હૅલ્ધી, રેસિપી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ તમારે તમારી પસંદની કોઇ પણ દાળ (Dal) અડધો કપ લેવી, જેવી કે મગફોતરા દાળ, તુવેર દાળ કે કાળા અડદની દાળ…ઉત્તરાયણે ખીચડો અને ખાસ કરીને કાળા અડદ દાળનો અને ઘઉંના ફાડા અથવા છડેલા ઘઉંનો ખીચડો ખાવાનું ઘણું જ મહત્વ છે.

2. પસંદ અનુસારની દાળ જેટલા જ અડધો કપ ઘઉંના ફાડા લેવા. આ બંનેને પાણીથી ધોઇને અડધો કલાક પલાળી રાખો.

3. હવે એક તાવડીમાં 2 ચમચી ઘી લો અને એમાં હીંગ તથા જીરું ઉમેરો. આ વઘારમાં તજ, લવિંગ તથા આખા મરી ઉમેરો.

4. જીરું તતડે એટલે એમાં દાળ અને ફાડાને પાણી નીતારીને ઉમેરી, થોડી વાર શેકી લો.

5. હવે આ મિશ્રણમાં હળદર અને આદુ-મરચાની પેસ્ટ (Ginger-Chilli Paste) તમારે જેટલું તીખું જોઇએ એ મુજબ ઉમેરો. સ્વાદાનુસાર મીઠું (Salt) ઉમેરો. તમે ઇચ્છો તો એમાં તમારા મનપસંદ અન્ય મસાલા પણ ઉમેરી શકો છો.

6. આ મિશ્રણને કૂકરમાં લઇને એમાં લગભગ 2 કપ પાણી ઉમેરો.

7. કૂકરમાં આ ખીચડો 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી થવા દો.

8. હવે કૂકરનું પ્રેશર નીકળે ત્યાં સુધી રાહ જુઓ.

9. આ ગરમાગરમ ખીચડો દેશી ઘી (Deshi Ghee) રેડીને સર્વ કરો.

Khichdo, ખીચડો, મકર સંક્રાંતિ, હૅલ્ધી, રેસિપી

તો તૈયાર છે તમારો ઉત્તરાયણ સ્પેશ્યલ ખીચડો (Khichdo)…જે આજે એકાદશીનો અનોખો સંયોગ હોવાથી અવશ્ય બનાવો અને ખાઓ. આ ખીચડો ખાવામાં અત્યંત ટેસ્ટી તો હોય જ છે અને એ વેટ લોસ જર્નીમાં અને પાચનને બહેતર બનાવી રાખવામાં પણ સહાયક છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: તીખું ખાવાના શોખીન છો? ઝટપટ બનાવો દહીં વાળા મસાલા બટાટાની ચટપટી રેસિપી…

આ પણ વાંચો: પંજાબી ઢાબા સ્ટાઈલ આલુ પરોઠા બનાવો…શિયાળાની જબરદસ્ત રેસિપી..!!

આ પણ વાંચો: શિયાળામાં તલ-ગોળની હૅલ્ધી, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ તલ પાપડી બનાવવાની નવીન રેસિપી..!