Lifestyle/ પેટનાં દુખાવાથી પીડાતા લોકો માટે આ છે રામબણ ઇલાજ, જાણો

ભાગ દૌડથી ભરેલા જીવનમાં હવે લોકો પોતાની સેહતને બગાડી રહ્યા છે. કામથી સમય ન નિકાળી શકતા લોકો વધુ પડતુ જંક ફૂડનાં આદી બની જાય છે

Health & Fitness Lifestyle

નવી દિલ્હી,

ભાગ દૌડથી ભરેલા જીવનમાં હવે લોકો પોતાની સેહતને બગાડી રહ્યા છે. કામથી સમય ન નિકાળી શકતા લોકો વધુ પડતુ જંક ફૂડનાં આદી બની જાય છે જેના કારણે ઘણી બિમારીઓનો તે શિકાર બને છે. જેમા ખાસ કરીને પેટમાં દુખાવાની સમસ્યા વધુ સામે આવી છે.

પેટમાં દુઃખાવો થતાં એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ તથા એક ચપટી સંચળ ભેળવીને પીવાથી પેટનાં દર્દમાં રાહત થાય છે. ગેસની તકલીફમાં રાહત પામવા માટે અજમો, સંચળ અને વરીયાળી સપ્રમાણ માત્રામાં ભેળવી બારીક ચૂરણ કરવું. સવારસાંજનાં ભોજન બાદ એક-એક ગ્રામની માત્રામાં ગરમ પાણી સાથે ચૂરણ ફાકવું.

કબજિયાતથી રાહત પામવા માટે એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નીચોવી રાતનાં સૂતી વખતે પીવું. એક લીંબુનાં બે ટુકડા કરી તેના પર મરીનો ભૂક્કો તથા મીઠું લગાડી દેવતા પર શેકવું. બરાબર શેકાઇ જાય પછી ચૂસીને ખાવાથી ઊબકા તથા ઊલટીમાં રાહત થાય છે. મોટી એલચી, વરીયાળી, ફૂદીનો બે-બે ગ્રામની માત્રામાં લઇ ઝીણો વાટવો. આ મિશ્રણ એક કપ પાણીમાં ભેળવી પીવાથી ઊલટી બંધ થાય છે. આવશ્યક્તા અનુસાર બે-ત્રણ માત્રા પી શકાય. કોથમીર તથા ફુદીનો સપ્રમાણ માત્રામાં લઇ ચટણી બનાવવી, આ ચટણી ખાવાથી ઊલટીમાં રાહત થાય છે. પેટમાં કૃમિ સતાવતા હોય તો પાકું ટામેટું લઇ તેના વચ્ચેથી ટુકડા કરવા આ ટુકડા પર થોડો મરીનો ભૂક્કો ભભરાવી નયણા કોઠે એક અઠવાડિયું ખાવું.

એસિડિટીથી છુટકારો પામવા આમળાનો રસ ૧૦ ગ્રામ ને શુદ્ધ મધ ૧૦ ગ્રામ ભેળવી સવાર-સાંજ પીવું. આંબળાનો રસ ને લીમડાનો રસ સપ્રમાણ માત્રામાં ભેળવી ૧૦-૨૦ ગ્રામની માત્રામાં સવાર-સાંજ ખાલી પેટે પીવાથી આમ્લપિત્ત ને અલ્સરમાં ફાયદો થાય છે. અરૂચિ સતાવતી હોય તો ૫૦ ગ્રામ આદુને ઝીણું સમારવું, તેમાં ૫૦ ગ્રામ જેટલો લીંબુનો રસ તથા ૧૦ ગ્રામ મીઠું ભેળવી તડકામાં સૂકવવું. બે-ત્રણ દિવસ બાદ ઉપયોગમાં લેવું. સવાર-સાંજનાં ભોજન પૂર્વે બે ગ્રામની માત્રા જેટલું ચાવીને ખાવાથી ભૂખ લાગશે ને વાયુવિકાર દૂર થશે.

આ પણ વાંચો:શા માટે કેળામાં કોઈ જંતુઓ નથી? જાણો રસપ્રદ કારણો

આ પણ વાંચો:નાસ્તામાં આ એક વસ્તુ ખાવાથી સ્વાસ્થ્યને મળે છે 9 ફાયદા, તમે પણ જાણી લો….

આ પણ વાંચો:ઉનાળામાં બાળકો માટે સ્વાદિષ્ટ-પૌષ્ટિક નાસ્તા, આજે જ ઘરે બનાવો

આ પણ વાંચો:ટેસ્ટથી ભરપૂર અને લોહીની ઊણપ દૂર કરે તેવી હેલ્ધી વેજિટેબલ પૂરી

આ પણ વાંચો:મગની દાળ અને પનીરના પરોઠા, બનાવવાની રીત