ઉન્નાવ,
ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં સામે આવેલી ગેંગરેપની ચકચારી ઘટના અને તેના પિતાની હત્યા કરવાના કેસમાં આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગરની અટકાયત કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ આ ગંભીર ઘટનાના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે સીબીઆઈને આરોપી MLAની ધરપકડ કરવા માટે આદેશ આપ્યા છે.
#Unnao Rape case: CBI team arrives at the hotel in Unnao where the victim's family members are staying pic.twitter.com/ImwKDq2Nv6
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 13, 2018
જો કે ત્યારબાદ વિપક્ષી પાર્ટીઓના વિરોધ બાદ આ કેસને સીબીઆઈને સોપવામાં આવ્યો હતો ત્યારે CBI ટીમ દ્વારા બીજા જ દિવસે આ કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
CBI દ્વારા શુક્રવાર વહેલી સવારે ૪ વાગ્યે ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની અટકાયત કરી હતી અને ત્યારબાદ પુછપરછ હાથ ધરવામાં આવી છે.
I want strict action should be taken against him and he should be given severe punishment: #Unnao rape victim on BJP MLA Kuldeep Singh Sengar detained by CBI pic.twitter.com/0jlhnDXpU8
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 13, 2018
બીજી બાજુ CBI દ્વારા વહેલી સવારે ગેંગરેપના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની અટકાયત કરાયા બાદ પીડિતાએ વધુ એકવાર ન્યાય માટે મદદ માંગી છે તેમજ તેણે સેંગરને આકરી સજા થવાની માંગણી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સીબીઆઈ દ્વારા શુક્રવારે જ આરોપી MLAને કોર્ટમાં રજુ કરવામાં આવી શકે છે. CBIની ટીમને રાધવેન્દ્ર વત્સ લીડ કરી રહ્યા છે અને તેઓ લખનઉ સીબીઆઈ એન્ટી કરપ્શન બ્રાંચમાં એસપી છે.
MLAને બચાવનારા અધિકારીઓ પર CBIની ગાજ
આરોપી MLA કુલદીપ સિંહ સેંગરની અટકાયત થયા પહેલા આ ઘટનામાં તેઓને છેલ્લા કેટલાક દિવસથી બચાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ત્યારે હવે આ આરોપી MLAને બચાવનારા અધિકારીઓ પર CBIની ગાજ આવી શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે, આ તમામ લોકોની કોલ ડિટેલ્સને તપાસવામાં આવશે, સાથે તમામની હાજરી પર પણ નિગરાની રાખવામાં આવશે. આ ઉપરાંત CBI દ્વારા આરોપી MLAના સાથીદાર પોલીસ અધિકારીઓની ધરપકડ કરી શકે છે.
સીબીઆઈ દ્વારા આ મામલે કેટલાક મોટા અધિકારીઓની પણ પુછપરછ કરી શકે છે. જેમાં ઉન્નાવના એસપી, સીએમઓ સાથે પણ પુછપરછ થઇ શકે છે.
આરોપી MLA વિરુધ ત્રણ કેસ નોધાયા છે
ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી MLA સેંગર સામે સીબીઆઇ દ્વારા ત્રણ કેસ નોધવામાં આવ્યા છે. આ પહેલા એસઆઇટીના રિપોર્ટ ઉપરાંત ઉન્નાવ જિલ્લા અધિકારી અને ડીઆઈજી દ્વારા પણ આ કેસની સાથે જોડાયેલો એક રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે સરકારે કુલદીપ સેંગર વિરૂદ્ધ ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં IPCની કલમ ૩૬૩, ૩૬૬, ૩૬૩, ૫૦૬ અને પોક્સો એકટ હેઠળ કેસ નોંધાયો હતો.
મહત્વનું છે કે, ભાજપના MLA કુલદીપ સેંગર પર ગેંગરેપ કરાયા હોવાની ઉન્નાવની પીડિત મહિલાએ ફરિયાદ નોધાવી હતી. જો કે ત્યારબાદ આ ભાજપના MLAના ભાઈ અને તેમના સથીદારી દ્વારા આ પીડિતાના પરિવારજનો પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ગેંગરેપ પીડિતાના પિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
