Khamenei Funeral Delay: ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં મોત થયાને ઘણા અઠવાડિયા વીતી ગયા છે, પરંતુ હજુ સુધી તેમને અંતિમ વિદાય આપવામાં આવી નથી. વિશ્વભરમાં એ ચર્ચાનો વિષય બન્યો છે કે આટલા શક્તિશાળી નેતાના મૃતદેહને સુપુર્દ-એ-ખાક કરવામાં ઈરાન આટલો વિલંબ કેમ કરી રહ્યું છે.
કેમ લેવાયો નથી અંતિમવિધિનો નિર્ણય?
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, ઈરાની અધિકારીઓ સુરક્ષા કારણો અને લોજિસ્ટિક પડકારોને કારણે મૂંઝવણમાં છે. અધિકારીઓને ડર છે કે જો કોઈ મોટો જાહેર કાર્યક્રમ યોજવામાં આવશે, તો ઈઝરાયલ તે ભીડ કે નેતાઓના મેળાવડા પર ફરીથી હુમલો કરી શકે છે. આ સિવાય, જનસભા દરમિયાન આંતરિક અશાંતિ ફાટી નીકળવાની પણ સરકારને ચિંતા છે.
સરકારમાં વ્યાપેલો ભય
એક્સપર્ટ્સનું માનવું છે કે ઈરાનનું શાસન અત્યારે એટલું નબળું અને ડરેલું છે કે તે કોઈ મોટું જોખમ લેવાની હિંમત કરી શકતું નથી. 86 વર્ષીય ખામેનેઈ (Khamenei) 28 ફેબ્રુઆરીના રોજ હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. અગાઉ 1989માં જ્યારે ખુમૈનીનું (Khamenei) નિધન થયું હતું, ત્યારે લાખોની ભીડ ઉમટી હતી, પરંતુ અત્યારે અસ્થિર પરિસ્થિતિને કારણે ઈરાન આવા દ્રશ્યો સર્જતા ખચકાઈ રહ્યું છે.
યોજનાઓ કેમ રદ કરવામાં આવી?
ઈરાની સરકારી મીડિયા મુજબ, 4 માર્ચથી શરૂ થનારી ત્રણ દિવસીય સ્ટેટ ફ્યુનરલની યોજના રદ કરવી પડી હતી કારણ કે અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓ ચાલુ હતા. હવે અધિકારીઓ મશહદને અંતિમવિધિ માટે સંભવિત સુરક્ષિત સ્થળ તરીકે વિચારી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નવી તારીખ નક્કી થઈ નથી. ઈરાન અત્યારે આંતરિક અસંતોષ અને બાહ્ય હુમલાના બેવડા ડર નીચે જીવી રહ્યું છે.
આ પણ વાંચો : ઈરાનની રેડ સી નાકાબંધીની ધમકી વચ્ચે શાંતિ મંત્રણા તેજ, ટ્રમ્પનો ઈઝરાયલ-લેબનોન પર મોટો દાવો
આ પણ વાંચો : કેનેડા PR મેળવવી થશે સરળ? એક્સપ્રેસ એન્ટ્રીના 3 મોટા પ્રોગ્રામ્સ બંધ કરવાની તૈયારી.
