Mumbai News/ મુંબઈમાં બોમ્બની ધમકી: ‘જલસા’ અને હાઈકોર્ટ પણ નિશાને

Mumbai News : મુંબઈમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Mumbai Bomb Threat)મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને મળેલા ધમકીભર્યા ઈમેલમાં મેયર ઓફિસ, બોમ્બે હાઈકોર્ટ, મુંબઈ એરપોર્ટ, મહાલક્ષ્મી રેસકોર્સ અને બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન ‘જલસા’ને (Amitabh Bachchan Jalsa)નિશાન બનાવવાની ચેતવણી આપવામાં આવી છે. ઈમેલ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ […]

Top Stories India
મુંબઈમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Mumbai Bomb Threat)મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે

Mumbai News : મુંબઈમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Mumbai Bomb Threat)મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને મળેલા ધમકીભર્યા ઈમેલમાં મેયર ઓફિસ, બોમ્બે હાઈકોર્ટ, મુંબઈ એરપોર્ટ, મહાલક્ષ્મી રેસકોર્સ અને બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન ‘જલસા’ને (Amitabh Bachchan Jalsa)નિશાન બનાવવાની ચેતવણી આપવામાં આવી છે. ઈમેલ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને સંબંધિત સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. જોકે, ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. ઈમેલ ક્યાંથી અને કોણે મોકલ્યો છે તેની માહિતી મેળવવા માટે તપાસ ચાલી રહી છે.

મુંબઈમાં બોમ્બની ધમકીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ધમકીભર્યા ઈમેલમાં મુંબઈનાં મહત્ત્વનાં સરકારી, ન્યાયિક અને જાહેર સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેયર ઓફિસ, મહાલક્ષ્મી રેસકોર્સ (Mahalakshmi Racecourse), બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)અને એરપોર્ટ (Mumbai Airport)ઉપરાંત અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા’ને પણ નિશાન બનાવવાની ચેતવણી આપવામાં આવી છે.

ઈમેલ મળ્યા બાદ મુંબઈ પોલીસે (Mumbai Police)સંબંધિત સ્થળોએ તપાસ અને સુરક્ષા વ્યવસ્થા વધારી છે. પોલીસ હવે ઈમેલના સ્ત્રોતની તપાસ કરી રહી છે, જેથી ધમકી પાછળ કોણ છે અને તેનો હેતુ શું છે તે જાણી શકાય.

Mumbai Bomb Threat : અગાઉ પણ ‘જલસા’ અને હાઈકોર્ટને મળી હતી ધમકી

મુંબઈમાં આ પ્રકારની ધમકી મળવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન ‘જલસા’ (Amitabh Bachchan Jalsa)અને બોમ્બે હાઈકોર્ટને (Bombay High Court)બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

અગાઉ મળેલા એક ધમકીભર્યા ઈમેલમાં બોમ્બે હાઈકોર્ટ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)અને અમિતાભ બચ્ચનના બંગલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તે સમયે પણ મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી.

આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને પણ મળી હતી ધમકી

તાજેતરમાં બોલિવૂડ કલાકારો આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને પણ ધમકી મળવાની ઘટનાઓ સામે આવી હતી. આયુષ્માન ખુરાનાને ધમકી આપવાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બેંગલુરુમાંથી એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી વ્યવસાયે IT એન્જિનિયર હોવાનું સામે આવ્યું હતું.

બીજી તરફ, તુષાર કપૂરને મળેલી ધમકીના મામલે પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. ટાઈગર શ્રોફ પર થયેલા જીવલેણ હુમલા બાદ બોલિવૂડ કલાકારોની સુરક્ષાને લઈને પણ ચર્ચા તેજ બની છે.

સપ્ટેમ્બર 2025માં પણ બોમ્બે હાઈકોર્ટને મળી હતી ધમકી

બોમ્બે હાઈકોર્ટને (Bombay High Court)બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો આ પ્રથમ કિસ્સો નથી. સપ્ટેમ્બર 2025માં પણ હાઈકોર્ટને ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી.

વારંવાર મળતી આવી ધમકીઓના પગલે મુંબઈમાં જાહેર સ્થળો અને મહત્ત્વની સંસ્થાઓની સુરક્ષાને લઈને સાવચેતી વધારવામાં આવી છે. હાલ પોલીસ તંત્ર ઈમેલ મોકલનારની ઓળખ અને ધમકીની વિશ્વસનીયતા અંગે તપાસ કરી રહ્યું છે.


આ પણ વાંચો: સુરત-વડોદરાની બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધમકીભર્યા મેઈલથી પોલીસ દોડતી થઈ

આ પણ વાંચો: વડોદરા-સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને બોમ્બ સ્કવોડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી બોમ્બ થ્રેટ! ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદ પોલીસ એક્શન મોડમાં