Ahmedabad News : અમદાવાદમાં નવી જ ખુલેલી દુકાનના ઉદ્ઘાટનના દિવસે જ ચોરી થઈ હતી. જેમાં મોંઘાદાટ પાટણના પટોળાની ચોરીનો બનાવ બન્યો છે. આ બનાવની વિગચ મુજબ સોલામાં એક કપડાંની શોપના ઓપનિંગ સમયે મહેમાનોની ભીડ વચ્ચે ગ્રાહકના સ્વાંગમાં એક મહિલા આવી હતી. જે 15 મિનિટમાં 90 હજારનું પાટણનું અને 30 હજારનું રાજકોટનું પટોળું ચોરી ફરાર થઈ ગઈ હતી. આ ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ મામલે દુકાનમાલિકે ફરિયાદ નોંધાવતાં પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની શોધ શરૂ કરી છે.
થલતેજ વિસ્તારમાં આવેલા સુરધારા સર્કલ નજીક સ્વીકાર ટેનામેન્ટમાં રહેતાં ઉર્વીબેન પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ 1.20 લાખ રૂપિયાનાં પટોળાંની ચોરીની ફરિયાદ કરી છે. ઉર્વીબેન સંયુક્ત પરિવારમાં રહે છે અને સાયન્સસિટી રોડ પર આવેલા વ્રજ વેલેંટિયા બિલ્ડિંગમાં ધ્યાન ક્રિએશન લેડીઝ કપડાંની શોપ ધરાવીને ગુજરાન ચલાવે છે. તેમણે થોડા દિવસ પહેલાં ધ્યાન ક્રિએશનના નામે કપડાંની શોપ શરૂ કરી હતી, જેનું ઉદ્ધાટન રાખ્યુ હતું. ઉદ્ધાટન દરમિયાન સંખ્યાબંધ મહેમાનો તેમજ ગ્રાહકો આવ્યા હતા.
ઉર્વીબેન મહેમાનોને એટેન્ટ કરવામાં વ્યસ્ત હતાં, ત્યારે કોઇ અજાણી મહિલાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતોબાદમાં ઉર્વીબેનની નજર રેક પર મૂકેલાં પાટણ અને રાજકોટનાં પટોળાં ઉપર ગઇ હતી. બન્ને પટોળાં ગાયબ થતાં ઉર્વીબેન ટેન્શનમાં આવી ગયાં હતાં અને તરત જ તેમના પરિવારને જાણ કરી દીધી હતી. ઉર્વીબેન અને તેમના પતિ અલ્પેશભાઇએ તરતજ પોલીસને જાણ કરી દીધી હતી. સમગ્ર ઘટના મામલે ઉર્વીબેન પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આ સાથે દુકાનના CCTV ફૂટેજ ચેક કરતાં એક મહિલાની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી.CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે દુકાનના ઉદ્ધાટન સમયે મહિલા સફેદ કલરનું એક્ટિવા લઇને આવી હતી અને બાદમાં ખરીદી કરવાના બહાને શોપમાં એન્ટ્રી લીધી હતી.
ગ્રાહકના સ્વાંગમાં ચહેરા પર દુપટ્ટો બાંધીને અંદાજિત 40થી 45 વર્ષની મહિલા દુકાનમાં આવી હતી અને પહેલા વિવિધ ડ્રેસો ચેક કર્યા હતા. બાદમાં બ્લેક ડ્રેસ કાઢ્યો હતો અને ખોલીને એ પોતાના શરીરની આગળ રાખીને ચેક કરતી હતી. આ સમયે તેણે એક હાથથી રેકમાં પડેલું 90 હજારનું પાટણનું પટોળું અને 30 હજાર રૂપિયાનું રાજકોટનું પટોળું ચોરી લીધું હતું.
આમ મહિલા માત્ર 15 મિનિટમાં 1.20 લાખનાં બે પટોળાં બેગમાં મૂકી એક્ટિવા લઇને રવાના થઇ ગઇ હતી.મહિલાની આ કારીગરી જોઇને પોલીસ પણ ખુદ ચોંકી ઊઠી છે. પોલીસે CCTV કેમેરા કબજે કરીને મહિલાને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરી છે. મહિલા જે એક્ટિવા લઇને આવી હતી એ ચોરીનું હતું કે પછી પોતાનું હતું? એ મામલે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:સુરતમાં સ્કૂલ બસે બાળકીને અડફેટે લેતા કરૂણ મોત
આ પણ વાંચો:વલસાડમાં ટેમ્પો ચાલકે 5 વર્ષની બાળકીને અડફેટે લેતા મોત
આ પણ વાંચો:ચોટીલાના મફતીયા પરા-2માં દુધેલી રસ્તા પર ઈકો ગાડીએ બાળકીને લીધી અડફેટે