Not Set/ કચ્છમાં ભીષણ અકસ્માતમાં 9ના મોત

ભુજ, કચ્છમાં ભચાઈ-દુધઈ હાઈવે પર રવિવારે બસ અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ટક્કર થતાં 9 લોકોના કરૂણ મોત થયાં છે.બસ અને ટ્રેક્ટર  વચ્ચે અકસ્માત થયા બાદ ટ્રોલી પલટી મારી જતાં નવ લોકોને જાન ગુમાવી પડી છે. ભચાઉ નજીકના શિકરા ગામ પાસે થયેલાં અકસ્માતમાં શુભ પ્રસંગે જઇ રહેલાં લોકોના મોત થયાં હતા.અકસ્માતમાં મોસાળ પક્ષથી મામેરા માટે જતાં મામેરીયા પક્ષના 9 લોકોના […]

Top Stories Gujarat

ભુજ,

કચ્છમાં ભચાઈ-દુધઈ હાઈવે પર રવિવારે બસ અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ટક્કર થતાં 9 લોકોના કરૂણ મોત થયાં છે.બસ અને ટ્રેક્ટર  વચ્ચે અકસ્માત થયા બાદ ટ્રોલી પલટી મારી જતાં નવ લોકોને જાન ગુમાવી પડી છે.

ભચાઉ નજીકના શિકરા ગામ પાસે થયેલાં અકસ્માતમાં શુભ પ્રસંગે જઇ રહેલાં લોકોના મોત થયાં હતા.અકસ્માતમાં મોસાળ પક્ષથી મામેરા માટે જતાં મામેરીયા પક્ષના લોકોના મોત થયા હતા. લગ્ન પ્રસંગ પહેલા મામેરીયાઓના મોતથી લગ્ન પ્રસંગમાં માતમ છવાયો હતો.

મૃતકોમાં વાગડ ગામના પાટીદાર સમાજના લોકો હોવાથી સમાજમાં અરેરાટી વ્યાપી હતી,