ગુજરાત/ ચાર મહિનાના વેકેશન બાદ ગીરમાં આજથી પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે,જંગલ સફારીનું બૂકિંગ ફૂલ

ગીરમાં આજથી સિંહ દર્શનના દ્વાર પ્રવાસીઓ માટે ખૂલ્યા છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીરમાં સાવજોનું વેકેશન હોય છે. ત્યારે આજે વેકેશન પૂર્ણ થયા બાદ ગીરના દરવાજા પ્રવાસીઓ માટે ખૂલ્યા છે

Top Stories Gujarat

ગીરમાં આજથી સિંહ દર્શનના દ્વાર પ્રવાસીઓ માટે ખૂલ્યા છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીરમાં સાવજોનું વેકેશન હોય છે. ત્યારે આજે વેકેશન પૂર્ણ થયા બાદ ગીરના દરવાજા પ્રવાસીઓ માટે ખૂલ્યા છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૉવા મળ્યા,આજે રવિવારથી એટલે 16 ઓક્ટોબરે પ્રવાસીઓ માટે ગીર અભ્યારણ્યને ખુલ્લુ મુકાયું છે. નોંધનીય છે કે  દિવાળી વેકેશન હોવાના કારણે પ્રવાસીઓ દ્વારા ઓનલાઈન બુકિંગ કરાયું હતું. જેના અત્યારસુધીના તમામ સ્લોટ ફુલ થઈ ગયા છે. જો ગત જૂનની વાત કરીએ તો રિપોર્ટ્સ પ્રમાણે અવલોકનમાં 674 સિંહ હોવાની માહિતી બહાર આવી હતી.

ઉલ્લેખનીય છે કે વન વિભાગ દ્વારા પ્રવાસીઓને પુષ્પ ગુચ્છ આપી વેલકમ કરવામા આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 16 જૂન થી 15 ઓકટોબર સિંહોનો સવંનન કાળ અને ચોમાસાની ઋતુમાં ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. નોંધનીય છે કે એશિયાઈ સિંહો માટે દુનિયાભરમાં વિખ્યાત એવું ગીરનું જંગલ ચાર મહિના માટે બંધ કરી દેવાય છે. આ ચાર મહિના માટે વનરાજો માટે વેકેશન જાહેર કરાય છે. ચોમાસાની ઋતુ શરુ થાની સાથે જ ગીરનું જંગલ દર વર્ષે બંધ કરી દેવામાં આવે છે. કારણ કે જંગલના રાજા સિંહ અને બીજા ઘણા પ્રાણીઓ માટે સંવનન કાળ શરૂ થયો હોવાથી, તેમને કોઈ ખલેલ ના પહોંચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે ગીરના દરવાજા બંધ કરી દેવાય છે.

ગીર વન્યપ્રાણી અભ્યારણ્યમાં પ્રવાસીઓને પ્રવેશ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વર્ષે બાળ સિંહોની સંખ્યા પણ વધારે જોવા મળી શકે છે. જોકે લોકો પણ કાગડોળે આ ક્ષણની રાહ જોઈને બેઠા હતા અને જેને લઈને 16 તારીખ પહેલા જ પ્રવાસીઓ દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી લેવાયું હતું. જેથી આ દિવસનો સ્લોગ પહેલાથી જ ફૂલ થઈ ગયો હતો.