Not Set/ દપંતિએ આપી આત્મવિલોપનની ચીમકી, જિલ્લા પંચાયતના બંને મુખ્ય દરવાજાઓ કરાયા બંધ

જામનગર, જામનગરના પટાંગણમાં રહેતા દપંતિએ આત્મવિલોપનની ચીમકી આપી છે. મળતી માહિતી મુજબ જમીન મુદ્દે આ દપંતિએ આત્મવિલોપનની ધમકી આપી હતી. આ ઘટના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામની છે. ત્યારે આ બનાવને પગલે જીલ્લા પંચાયતના પટાંગણમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો. આ આત્મવિલોપનની ચીમકી આપનાર ગાડું ભીખાભાઈ રાતડિયા અને મધુબેન છે. આત્મવિલોપન જિલ્લા પંચાયતની સામે આપવાની ચીમકી ઉચ્ચારતા […]

Gujarat

જામનગર,

જામનગરના પટાંગણમાં રહેતા દપંતિએ આત્મવિલોપનની ચીમકી આપી છે. મળતી માહિતી મુજબ જમીન મુદ્દે આ દપંતિએ આત્મવિલોપનની ધમકી આપી હતી. આ ઘટના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામની છે.

ત્યારે આ બનાવને પગલે જીલ્લા પંચાયતના પટાંગણમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો. આ આત્મવિલોપનની ચીમકી આપનાર ગાડું ભીખાભાઈ રાતડિયા અને મધુબેન છે. આત્મવિલોપન જિલ્લા પંચાયતની સામે આપવાની ચીમકી ઉચ્ચારતા જિલ્લા પંચાયતના બંને મુખ્ય દરવાજાઓ બંધ કરાયા હતા.

કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ત્યારે આ પરિવાર આત્મવિલોપન કરવા પહોંચે તે પહેલાં જ પોલીસે દંપતીની અટકાયત કરી છે. હાલ પોલીસે બંને લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.