Not Set/ સલમાન ખાને શરુ કરી “ભારત” ની શુટિંગ, 10 વર્ષ પછી પ્રિયંકા સાથે જોડી

  સલમાન અને પ્રિયંકાએ “મુજસે શાદી કરોગી” સલામે ઈશ્ક” અને “ગોડ તુસ્સી ગ્રેટ હો” માં એકસાથે કામ કર્યું છે, બંને લગભગ દસ વર્ષ પછી ફરી એક વાર મોટા પરદા પર નજર આવશે. https://www.instagram.com/p/BhopJGYFYfg/?utm_source=ig_embed   સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ “ભારત” ની શુટિંગ શરુ થઇ ચુકી છે, તેમની સાથે નજર આવનાર એક્ટ્રેસનું નામ પણ સામે આવી […]

Top Stories Entertainment

 

સલમાન અને પ્રિયંકાએ “મુજસે શાદી કરોગી” સલામે ઈશ્ક” અને “ગોડ તુસ્સી ગ્રેટ હો” માં એકસાથે કામ કર્યું છે, બંને લગભગ દસ વર્ષ પછી ફરી એક વાર મોટા પરદા પર નજર આવશે.

https://www.instagram.com/p/BhopJGYFYfg/?utm_source=ig_embed

 

સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ “ભારત” ની શુટિંગ શરુ થઇ ચુકી છે, તેમની સાથે નજર આવનાર એક્ટ્રેસનું નામ પણ સામે આવી ગયું છે. બોલીવુડથી લગભગ બે વર્ષ દુર રહી પ્રિયંકા ચોપડા ફરી ફિલ્મ “ભારત” થી ભારતીય સિનેમામાં ફરી નજર આવશે. ટીવી સીરીઝ ‘ક્વોન્ટિકો’ માટે ન્યુયોર્કમાં રહેનારી 35 વર્ષીય અદાકારા નિર્દેશક અલી અબ્બાસની ફિલ્મમાં સુપરસ્ટાર સાથે દેખાશે. સલમાન અને પ્રિયંકાએ ફિલ્મ “મુજસે શાદી કરોગી” સલામે ઈશ્ક” અને ગોડ તુસ્સી ગ્રેટ હો” માં એકસાથે કામ કર્યું છે.

ફિલ્મ ભારતની લીડ એક્ટ્રેસને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે આખરે પ્રિયંકા ચોપડાએ આ ભૂમિકા માટે સાઈન કરી લીધી છે. આ પત્ર માટે કેટરીના કેફના નામ પર વિચાર પર પણ ચર્ચા થઇ હતી. આખરે વર્ષ 2016 માં ફિલ્મ “જય ગંગાજળ” માં નજર આવેલી એક્ટ્રેસે કહ્યું કે તે સલમાન અને અલી સાથે કામ લારવા માટે ખુબ ઉત્સુક છે.

https://www.instagram.com/p/BgHOgKRg8xt/?utm_source=ig_embed

પ્રિયંકાએ એક કથનમાં કહ્યું હતું કે,

” હું ફિલ્મ શૂટિંગ શરૂ કરવા અને લાંબા સમય પછી ફરી સલમાન અને અલી સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું. મેં બંને પાસેથી ઘણું શીખ્યું છે, અને એક વખત ફરીથી તેમની સાથે કામ કરવા માટે એક્સાઈટેડ છું.”

પ્રિયંકાએ કહ્યું, “હું અલવિરા, અતુલ અને ‘ભારત’ ની સંપૂર્ણ ટીમ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું. મારા ચાહકોએ ધીરજ રાખી અને હરહંમેશ મારો સાથ આપ્યો એ બદલ તેમનો ખુબ ખુબ આભાર.”