સુરત,
સુરતના હીરાવેપારીનો 12 વર્ષીય પુત્ર ભવ્ય શાહ દીક્ષા લેવાના છે. ત્યારે ઉમરા જૈન સંઘમાં આચાર્ય રશ્મિરત્ન સુરીની નિશ્રામાં દિક્ષા લેશે. મળતી માહિતી મુજબ હીરાવેપારી દીપેશ શાહની 12 વર્ષીય પુત્રી પ્રિયંશીએ 4 વર્ષ પહેલાં દીક્ષા લીધી હતી. તેમના પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે.
તો મહત્વનું એ છે કે વાત એ છે કે 12 વર્ષનો ભવ્ય નાની ઉંમરે સંસારનો ત્યાગ કરવાનો છે. ફરારી કારના શોખીન અને લકઝુરિયસ જીવન જીવતા ભવ્યએ દીક્ષા લેતા તેને ભાગ્યરત્ન મુનીરાજ નામ આપવામાં આવ્યું છે. ભવ્યએ બાહુબલીની થીમ પર ડાન્સ પણ કર્યો અને સમગ્ર જૈન દીક્ષા શાહીઠાઠથી યોજાઈ હતી.
ભવ્યનું કહેવું છે કે મને ખુબ જ આનંદ આવી રહ્યો છે કે હું દીક્ષા લઇ રહ્યો છું અને હું નવા પરિવાર સાથે જોડાઈ રહ્યો છે જેની મને ખુબ જ ખુશી છે. ભવ્યની માતાનું કહેવું છે કે, મને ખુબ જ ખુશી થઇ રહી છે કે મારો દીકરો સાધુ બની રહ્યો છે તે દીક્ષા લઇ રહ્યો છે. ભવ્યના પિતાનું કહેવું છે કે, મને ખુશી છે કે ભવ્ય તેની બહેનના માર્ગે જઈ રહ્યો છે. છેલ્લા છ મહિનાથી બધી તૈયારીઓ ચાલી રહી હતી આજે પાંચ મહાવ્રત લેવાનું છે માટે પાંચ ઘોડાની બગ્ગીઓ લાવ્યા છે અને પુરા મંડપને અમે વૃંદાવન જેવું શૃંગાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ભવ્યની મોટી બહેને પણ દીક્ષા લીધી હતી. ત્યારે ભવ્યની દીક્ષાની વિધિ ચાલી રહી છે.
