Not Set/ કર્ણાટક ચૂંટણી : ભાજપ દ્વારા વધુ ૫૯ ઉમેદવારોની ત્રીજી યાદી કરવામાં આવી જાહેર

દિલ્લી, કર્ણાટકમાં ૧૨ મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને તમામ રાજકીય પક્ષો વચ્ચે ધમાસાણ જોવા મળી રહ્યું છે ત્યારે સોમવારે રાજ્યની વર્તમાન વિપક્ષી પાર્ટી ભાજપ દ્વારા અ ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોની ત્રીજી યાદીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કુલ ૫૯ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. Bharatiya Janata Party (BJP) releases third list of […]

India

દિલ્લી,

કર્ણાટકમાં ૧૨ મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને તમામ રાજકીય પક્ષો વચ્ચે ધમાસાણ જોવા મળી રહ્યું છે ત્યારે સોમવારે રાજ્યની વર્તમાન વિપક્ષી પાર્ટી ભાજપ દ્વારા અ ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોની ત્રીજી યાદીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કુલ ૫૯ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

આ પહેલા  ભાજપ દ્વારા અ ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. બીજી યાદીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ૮૨ ઉમેદવારોના નામ જયારે પહેલી યાદીમાં ૭૨ ઉમેદવારોના નામ જાહેર કારવામાં આવ્યા હતા. આ સાથે ભાજપ દ્વારા કુલ ૨૧૩ ઉમેદવારોના ઘોષિત કરવામાં આવ્યા છે.

ભાજપ દ્વારા પહેલી યાદીમાં પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાને શિકારીપુરા સીટથી મેદાને ઉતારવામાં આવ્યા છે. જયારે કોંગ્રેસ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમેયાને ચામુંડેસ્વરી બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. જયારે સિદ્ધારમેયાના પુત્ર યતીન્દ્રને વરુણા વિધાનસભા સીટ પરથી ટિકિટ આપવામાં આવી હતી.

આ પહેલા પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, કર્ણાટક ચૂંટણીમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પા વચ્ચે જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદી વચ્ચે ચર્ચા થઇ હતી.

મહત્વનું છે કે, ૨૦૧૩માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની કુલ ૨૨૪ સીટોમાંથી ૧૨૨ કોંગ્રેસ જીત્યું હતું જયારે ભાજપ ૪૦, જેડીએસ ૪૦ તેમજ BJPમાંથી બગાવત કરીને અલગ થયેલા બી એસ યેદિયુરપ્પાની પાર્ટી કેજેપીને માત્ર ૬ સીટ મળી હતી. જયારે અન્યના ફાળે ૧૬ સીટો આવી હતી.