ગઢચિરૌલી,
દેશભરમાં નકસલવાદથી પ્રભાવિત રાજ્યોને તેનાથી બહાર કાઢવા માટે કરવામાંમાં આવી રહેલી જવાબી કાર્યવાહીમાં રવિવારે મહારાષ્ટ્ર પોલીસને મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રના ગઢચિરૌલી ક્ષેત્રમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્ટી-નક્સલ ઓપરેશન દરમિયાન ૧૬ નકસલવાદીઓને ઠાર માર્યા છે.
Gadchiroli police received inputs about the Naxals on the basis of which an operation was launched in the area: Special Inspector General of Police (Anti-Naxal Operations) Sharad Shelar on 16 Naxals killed in encounter with police in Etapalli's Boriya forest area in Gadchiroli pic.twitter.com/Tes9Bi2CFK
— ANI (@ANI) April 22, 2018
ગઢચિરૌલી ક્ષેત્રમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ઇતાપલ્લીના બોરિયા જંગલમાં થયું હતું. પોલીસની C-૬૦ કમાન્ડોની એક સ્પેશિયલ ટીમ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
મીડિયાના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ગઢચિરૌલીમાં થયેલા આ એન્કાઉન્ટરમાં નક્સલીઓના નેતા સાઈનાથ અને સીનુ પર માર્યા ગયા છે.
મહારાષ્ટ્ર પોલીસમાં IG શરદ શેલરે જણાવ્યું, “પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા આ એન્કાઉન્ટરમાં ૧૩ નક્સલીઓને મારવામાં આવ્યા છે. હાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે”.
છેલ્લા ૪ વર્ષમાં નક્સલીઓ વિરુધ આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. આ પહેલા ૩ એપ્રિલના રોજ મહારાષ્ટ્ર પોલીસના એન્કાઉન્ટરમાં ૩ નક્સલીઓને મારવામાં આવ્યા હતે જેમાં બે મહિલાઓ પણ શામેલ હતી.
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્ર પોલીસ દ્વારા રાજ્યના નકસલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં સક્રિય નક્સલીઓ સામે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તારોમાં વારંવાર ગામના લોકો અને નક્સલીઓ વચ્ચે સંઘર્ષની માહિતી સામે આવી રહી છે ત્યારે આ નક્સલીઓના સફાયા માટે બે દિવસથી પોલીસે ખાસ અભિયાન શરુ કર્યું છે.
મહત્વનું છે કે, ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ દેશમાં નક્સલી ગતિવિધિઓમાં ઘટાડો નોધાયો છે. સરકાર દ્વારા દેશના નકસલવાદથી પ્રભાવિત ૧૨૬ જિલ્લાઓમાંથી ૪૪ જિલ્લાને નક્સલ મુક્ત જાહેર કર્યાં છે. દેશના સૌથી વધુ નકસલવાદથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા પણ ૩૫થી ઘટીને ૩૦ થઇ ગઈ છે.
