Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ જો તમે આ કામમાં આવ્યા અવ્વલ, તો મોદી સરકાર તમને આપશે ૫૦ હજાર રૂપિયા સુધીના પુરસ્કાર

દિલ્લી, વર્ષ ૨૦૧૪માં મોદી સરકારના ગઠન બાદ હંમેશા તેઓ દ્વારા દેશના સામાન્ય વ્યક્તિને સરકારના કોઈ યોજના સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે મોદી સરકાર દ્વારા વધુ એકવાર આ જ પ્રમાણેની એક સ્કીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામાન્ય વિધાથીઓ ૫૦ હજાર રૂપિયા સુધીની પુરસ્કારિત રકમ જીતી શકે છે. આ સ્કીમ છે વડાપ્રધાન […]

April 29, 2018April 30, 2018Harshid Patel
India

દિલ્લી,

વર્ષ ૨૦૧૪માં મોદી સરકારના ગઠન બાદ હંમેશા તેઓ દ્વારા દેશના સામાન્ય વ્યક્તિને સરકારના કોઈ યોજના સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે મોદી સરકાર દ્વારા વધુ એકવાર આ જ પ્રમાણેની એક સ્કીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામાન્ય વિધાથીઓ ૫૦ હજાર રૂપિયા સુધીની પુરસ્કારિત રકમ જીતી શકે છે.

આ સ્કીમ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલી ભારત નેટ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજ્નોમાંની ડિજિટલ ઈન્ડિયાનો જ એક ભાગ છે.

આ ભારત નેટ પ્રોજેક્ટ ભાગ લેવા માટે તમારે કોઈ પણ જગ્યાએ જવાની જરૂરત નથી, કારણ કે આ કામને તમે પોતાના ઘરે બેસીને પણ કરી શકો છો. જેમાં તમે ૫૦ હજાર રૂપિયા સુધી જીતી શકો છો.

ભારત નેટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવશે

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના ગામડાઓમાં ઈન્ટરનેટ પહોચાડવા માટે એક ભારત નેટ નામના એક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા દેશની કુલ ૨.૫ લાખ ગ્રામ પંચાયતોને  ઓપ્ટીકલ ફાઈબર દ્વારા જોડવામાં આવશે.

તમે પણ આ પ્રોજેક્ટ માટે કામ કરી શકો છો.

આ પ્રોજેક્ટમાં દેશનો કોઈ પણ નાગરિક કે જે ડીઝાઇનિંગમાં મહારથ ધરાવતા હોય તો, આ પ્રોજેક્ટ તમારા માટે ખૂબ અગત્યનો છે.

હકીકતમાં મોદી સરકાર ભારત નેટ પ્રોજેક્ટ માટે લોગો તૈયાર કરાવવા માંગે છે અને આ કામને કરાવવા માટે તેઓ દેશના સામાન્ય નાગરિકને ભાગીદાર બનાવી પૂરું કરવા માંગે છે.

આ પ્રોજેક્ટમાં ભાગ લેનારા લોકો દ્વારા બનાવવામાં આવેલા લોગોને ઓનલાઈન સબમિટ કરાવવો પડશે. પરંતુ આ પહેલા તમારે લોગોને તૈયાર કરવા માટેના નિયમો અને શર્તો જાણવી જરૂરી છે.

આ માટે શું મળશે ?

ભારત નેટ પ્રોજેક્ટ માટે તમારા દ્વારા સબમિટ કરવામાં આવેલો લોગો બેસ્ટ સાબિત થશે ત્યારે ૫૦ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય ૫ સતોષકારક એન્ટ્રીઓને પણ ૧૦-૧૦ હાજર રૂપિયા ઇનામ સ્વરૂપે આપવામાં આવશે.

આ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે તમારે શું કરવું પડશે :

ભારત નેટ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે તમારે ૧૫ મે પહેલા પોતાની એન્ટ્રી કરાવવી પડશે. આ ઉપરાંત લોગોની ડીઝાઇન તૈયાર કરતા પહેલા https://www.mygov.in/task/bharatnet-logo-design-contest નામની લિંક પર ક્લિક કરીને આ માટે જરૂરી નિયમ પણ તમે જાણી શકો છો.

Post navigation

પત્નીને વોટ્સએપ પર આપ્યો તલાક, જજને વીડિઓ દેખાડવા પર કરી હિંસા
નારદ જયંતી નિમિત્તે આયોજિત કરાયેલા કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ ગાયા RSSના ગુણગાન

More Posts

દાઉદ

ખુલાસો/ દાઉદ ઈબ્રાહિમ સ્પેશિયલ યુનિટ બનાવીને ભારત પર હુમલો કરશે, ઘણા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ હિટ લિસ્ટમાં

February 19, 2022Nita vagh

Not Set/ લો બોલો…. ઉંમરલાયક દાદા અને ૨૫ વર્ષીય યુવતી વચ્ચે ઇલું ઈલું પકડાયું

June 21, 2021Rizwan shaikh

Proud/ ભારતીય મૂળના લીના નાયર ફ્રાન્સની કંપનીના CEO બન્યા,જાણો સમગ્ર વિગત

December 14, 2021December 14, 2021mustak malik
Manipur Violence News

Manipur News/ મણિપુરમાં ફરી હિંસાનો વિસ્ફોટ! ઉખરુલમાં 30 ઘરોને આગ ચાંપી, 5 દિવસ ઇન્ટરનેટ બંધ

February 10, 2026February 10, 2026Kinjal Pradipkumar Patel

Not Set/ સુપ્રીમ કોર્ટે OBC પર પ્રતિબંધ લગાવ્યો,જિલ્લા પંચાયત અનામત મોકૂફ

December 17, 2021mustak malik
ગો ફર્સ્ટની

New Delhi/ ગો ફર્સ્ટની બે ફ્લાઇટમાં ટેકનિકલ ખામી, દિલ્હી ડાયવર્ટ કરાયા વિમાન

July 19, 2022July 19, 2022Maya Sindhav

Not Set/ અમૃતસર ટ્રેન દુર્ઘટના:મૃતકનાં પરિવાર માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે જાહેર કરી આટલી સહાય

October 20, 2018grishma kagda

Not Set/ દિલ્હીના CGO કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 24 ગાડીઓ ઘટના સ્થળે

March 6, 2019March 6, 2019Maya Sindhav

Political/ યુપીએ 2004ની ફોર્મ્યુલા સાથે 2024 જીતવાની તૈયારીમાં? વિપક્ષની બેઠકમાં કોંગ્રેસની રણનીતિ!

July 17, 2023garima rao

Uttar Pradesh/ મોર્નિંગ વૉક પર નીકળતાં શ્વાસ લેવામાં પડી તકલીફ, ઝેરી ગૅસ છે કારણ?

May 4, 2024Komal Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy