જો તમે તમારા ઘર અથવા ઓફીસના વિસ્તારમાં ખરાબ નેટવર્ક અને વારે-ઘડીએ કોલ ડ્રોપ ના કારણે હેરાન છો તો આપના માટે મોટા સમાચાર છે. સરકારે ભારતમાં ટેલીફોની કોલિંગની મંજુરી આપી દીધી છે. તેનો અર્થ એ છે કે, હવે તમે નેટવર્ક વગર Wi-Fi અને ઈન્ટરનેટ ધ્વારા પણ કોલિંગ કરી શકશો. ટેલીફોની કોલની મંજુરી પછી સરકારે દેશની તમામ ટેલીકોમ કંપનીઓને તેના લાઇસન્સ રજુ કરશે. લાયસન્સ મળ્યા પછી તમારી ટેલિકોમ કંપનીએ એક નવો મોબાઇલ નંબર રજૂ કરશે, જો કે આ માટે તમે સિમ કાર્ડ બદલવું અથવા અન્ય સિમ કાર્ડની જરૂર નથી. Wi-Fi અથવા લેન્ડલાઇન દ્વારા કોલિંગ માટે તમે તમારી કંપનીની ટેલિફોની એપ ફોન પર ડાઉનલોડ કરવી પડશે. જેની મદદથી તમે કૉલ કરી શકશો.
કોલ ડ્રોપથી છુટકારો અપાવવા માટે સરકારે આ પગલું ઉઠાવ્યું છે. ઉદાહરણ તરીકે જો તમારી પાસે એરટેલનો મોબાઇલ નંબર છે અને એરટેલની જ ટેલિફોની એપ્લિકેશન ડાઉનલોડ કરો છો. તો તમે તમારી વર્તમાન મોબાઇલ નંબર દ્વારા જ કોલિંગ કરી શકશો, પરંતુ જો તમારી પાસે એરટેલનું સીમ છે અને તમે જીઓનાં ટેલિફોની એપનો ઉપયોગ કરવા માંગો છો, તો તમારા માટે જીઓ એક 10 અંકનો નંબર રીલિઝ કરશે.
