Not Set/ IPL 2018 : શુભમાન ગીલ-કાર્તિકની શાનદાર બેટિંગના સહારે KKRએ ૬ વિકેટે મેળવી રોમાંચક જીત

કોલકત્તા, કોલકત્તાના ઐતિહાસિક ઈડન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમે ૬ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા આપવામાં આવેલા ૧૭૮ રનના ટાર્ગેટનો પીછો કરતા KKRની ટીમે ૧૪ બોલ બાકી રાખતા જ આ સ્કોરને વટાવ્યો હતો અને ટુર્નામેન્ટમાં પોતાનો પાંચમો વિજય હાંસલ કર્યો હતો. And, that's it […]

Sports

કોલકત્તા,

કોલકત્તાના ઐતિહાસિક ઈડન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમે ૬ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા આપવામાં આવેલા ૧૭૮ રનના ટાર્ગેટનો પીછો કરતા KKRની ટીમે ૧૪ બોલ બાકી રાખતા જ આ સ્કોરને વટાવ્યો હતો અને ટુર્નામેન્ટમાં પોતાનો પાંચમો વિજય હાંસલ કર્યો હતો.

કોલકાતા નાઈટ રાઇડર્સના શાનદાર વિજયના હિરો ઓલરાઉન્ડર પ્લેયર્સ સુનિલ નરેન, મિડલ ઓર્ડર બેટ્સમેન શુભમાન ગીલ, અને કેપ્ટન દિનેશ કાર્તિક રહ્યા હતા. પરંતુ સુનિલ નરેનને તેના ઓલરાઉન્ડર પરફોર્મન્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. નરેને ૪ ઓવરમાં ૨૦ આપી ૨ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી જયારે માત્ર ૨૦ બોલમાં ૩૨ રન પણ ફટકાર્યા હતા.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ચેન્નઈની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૧૭૭ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા CSKની ટીમની શરૂઆત સારી રહી હતી અને ઓપનર બેટ્સમેન શેન વોટસન અને ફાફ ડુ પ્લેસિસની જોડીએ ૪૮ રન જોડ્યા હતા. વોટસને ૨૫ બોમાં ૩૬ રન બનાવ્યા હતા જયારે ડુ પ્લેસિસે ૧૫ બોલમાં ૨૭ રન બનાવી પિયુષ ચાવલાનો પ્રથમ શિકાર બન્યો હતો.

જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા સુરેશ રૈનાએ ૩૧ રન અને ઇન ફોર્મ બેટ્સમેન અંબાતી રાયડુએ ૧૭ બોલમાં ૨૧ રન ફટકાર્યા હતા જયારે કેપ્ટન એમ એસ ધોનીએ પણ પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખતા માત્ર ૨૫ બોલમાં ૪ સિક્સર સાથે ૪૩ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. KKR તરફથી સ્પિન બોલર સુનિલ નરેન અને પિયુષ ચાવલાએ અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.

CSKની ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૭૮ રનના ટાર્ગેટને કોલકાતાની ટીમે ૪ વિકેટના નુકશાને ૧૭.૪ ઓવરમાં વટાવી વિજય પોતાના નામે કર્યો હતો. ૧૭૮ રનના લક્ષ્યનો પીછો કરતા KKRની શરૂઆત ખરાબ રહી હતી અને સ્ફોટક બેટ્સમેન ક્રિશ લીન માત્ર ૧૨ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો. જયારે સુનિલ નરેને ૨૦ બોલમાં ૩૨ રન ફટકાર્યા હતા.

ક્રિશ લીનના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા રોબિન ઉથ્થપા પણ માત્ર ૬ રન બનાવી જ આઉટ થયો હતો. જો કે ત્યારબાદ મેદાનમાં આવેલા અંડર-૧૯ વર્લ્ડકપની વિજેતા ટીમના હિરો શુભમાન ગીલે માત્ર ૩૬ બોલમાં ૫૭ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી જયારે કેપ્ટન દિનેશ કાર્તિકે CSKના બોલરોની ધુલાઇ કરતા માત્ર ૧૮ બોલમાં ૪૫ રન બનાવ્યા હતા અને ટીમને શાનદાર વિજય અપાવ્યો હતો. કાર્તિકે ૪૫ રનની ઇનિંગ્સમાં ૭ ચોક્કા અને ૧ સિક્સર ફટકારી હતી.