Not Set/ તોફાનથી 73 ના મોત: અખિલેશને યોગીનો જવાબ, પીડિતોના ઘાવ પર મીઠું નાખશો નહીં

ઉત્તરપ્રદેશમાં મોસમ અને આંધીનાં તોફાને એવું કહેર કર્યું છે કે રાજ્યમાં 73 લોકોની મોત થઇ ગઈ છે. ત્યાં જ આ મુદ્દા પર રાજનીતિ ગરમાઈ ગઈ છે. પીડિતોના ઘાવ પર માલમ લગાવવાની જગ્યાએ નેતા એક બીજા પર પલટવાર કરી રહ્યા છે. તોફાનથી થયેલા લોકોની મોત પર અખિલેશ યાદવની ટ્વિટ પર યોગી આદિત્યાનાથે પલટવાર કર્યો છે. CM […]

India

ઉત્તરપ્રદેશમાં મોસમ અને આંધીનાં તોફાને એવું કહેર કર્યું છે કે રાજ્યમાં 73 લોકોની મોત થઇ ગઈ છે. ત્યાં જ આ મુદ્દા પર રાજનીતિ ગરમાઈ ગઈ છે. પીડિતોના ઘાવ પર માલમ લગાવવાની જગ્યાએ નેતા એક બીજા પર પલટવાર કરી રહ્યા છે. તોફાનથી થયેલા લોકોની મોત પર અખિલેશ યાદવની ટ્વિટ પર યોગી આદિત્યાનાથે પલટવાર કર્યો છે.

ત્યાં જ યોગી આદિત્યનાથે આગ્રાના ફતેહાબાદમાં તોફાનથી પ્રભાવિત લોકોણે ચેક આપ્યા છે. મારવા વડાના પરિવારજનોને ચાર લાખ રૂપિયા વળતર રૂપે આપવામાં આવ્યા છે. ઘાયલોને હોસ્પીટલમાં ફ્રી સારવાર કરવાનું વચન આપ્યું છે. ત્યાં યોગી આદિત્યનાથે આ જગ્યાનું હવાઓ પરીક્ષણ પણ કર્યું હતું.

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આંધી તોફાનનાં કારણે એક બીજાને નીચા દેખાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. એક તરફ અખિલેશ યાદવે ટ્વિટ કરીને યોગી પર નિશાનો સાધ્યો હતો કે સીએમને કર્ણાટકનો ચુંટણી પ્રચાર છોડીને ઘટના સ્થળે આવવું જોઈએ. જનતાએ તેમને પોતાના પ્રદેશની સમસ્યાઓના સમાધાન માટે ચુંટ્યા છે, નહિ કે કર્નાતાકની રાજનીતિ માટે. આવી પરિસ્થિતિમાં પણ જો તે પાછા નથી ફરતા તો તેમને પોતાનો મઢ ત્યાં જ સ્થાપિત કરી લેવો જોઈએ. આપને જણાવી દઈએ કે યોગો આદિત્યનાથ કર્ણાટકમાં સ્ટાર પ્રચારકની ભૂમિકા નિભાવી રહ્યા છે.

ત્યાં જ યોગી આદિત્યનાથે અખિલેશને ત્વિત કરીને જણાવ્યું હતું કે આ ખુબ દુખદ છે કે આવા ગંભીર મુદ્દા પર રાજનીતિ કરવામાં આવી રહી છે. સમાજવાદી પાર્ટીને થોડી સંવેદનશીલતા દર્શાવવી જોઈએ અને પીડિતોના જખ્મો પર માલમ લગાવવો જોઈએ નહિ કે મીઠું નાખવાનું કામ કરવું જોઈએ.

આગરામાં 132 કિ.મી પ્રતિ કલાકની ઝડપે આવેલા તોફાનમાં ઘણા લોકોનો જીવ ગયો છે. લગભગ 90 મિનીટ સુધી ચાલેલી આંધીમાં, વરસાદના કારણે ઘણા વૃક્ષો પણ પડી ગયા છે, હોર્ડિંગ પણ પડી ગયા છે, ત્યાં ઘણા મકાન પણ પડી ગયા છે.

જાહેર છે કે પુરા ઉત્તર ભારતમાં બુધવારે મોદી રાત સુધી અને ગુરુવારે પણ મોસમ ખરાબ રહ્યો હતો જેના કારણે ઘણી બર્બાતી થઇ હતી.  રાજસ્થાનમાં પણ આ આંધી તોફાનમાં 22 લોકોની મોત થઇ ગઈ છે અને 100 થી વધારે લોકો ઘાયલ થાય છે.