Not Set/ હ્યુન્ડાઇ i20 ઍક્ટિવ ફેસલિફ્ટ ભારતમાં લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 6.99 લાખ રૂપિયા

હ્યુન્ડાઇની આઈ 20 એક્ટીવ ફેસલિફ્ટ આખરે ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. આ પહેલાં કાર ની ઝલક ઓટો એક્સપો 2018 માં જોવા મળી હતી. હ્યુન્ડાઇ i20 Active ની ભારતમાં તેના પેટ્રોલ વેરિયન્ટની પ્રારંભિક કિમત 6.99 લાખ રૂપિયા અને ડીઝલ વેરિયન્ટની શરૂઆતની કિમત 8.96 લાખ રૂપિયા એક્સ શૉરોમ દિલ્હી છે. હ્યુન્ડાઇના આ ફેસલિફ્ટ મોડેલમાં વિશિષ્ટતાઓની વાત કરીએ […]

Tech & Auto

હ્યુન્ડાઇની આઈ 20 એક્ટીવ ફેસલિફ્ટ આખરે ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. આ પહેલાં કાર ની ઝલક ઓટો એક્સપો 2018 માં જોવા મળી હતી. હ્યુન્ડાઇ i20 Active ની ભારતમાં તેના પેટ્રોલ વેરિયન્ટની પ્રારંભિક કિમત 6.99 લાખ રૂપિયા અને ડીઝલ વેરિયન્ટની શરૂઆતની કિમત 8.96 લાખ રૂપિયા એક્સ શૉરોમ દિલ્હી છે.

હ્યુન્ડાઇના આ ફેસલિફ્ટ મોડેલમાં વિશિષ્ટતાઓની વાત કરીએ તો તેમાં નવી ફ્રન્ટ ગ્રીલ અને રિવાઇઝ્ડ રીઅર બમ્પર્સ આપવામાં આવ્યા છે અને બન્ને લાઈટ્સ પણ નવા અવતારમાં રજૂ કરવામાં આવી છે. લાઈટમાં એલઇડી ડીએઆરએલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. કારની કેબિને વિશે વાત કરીએ તો નવી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે.

આ ઉપરાંત આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયન્ટમાં મળે છે. તેની 1.2 લિટર પેટ્રોલ એન્જિનમાં 83 હોર્સપાવર અને 1.4 લિટર ડીઝલ એન્જિન ધરાવતી 90 હોર્સપાવર છે. બંને મોડેલોમાં 6 ગિયરબોક્સ આપવામાં આવ્યા છે