Tech News/ રીલ્સ અને વિડીયો જોવાનું થશે મોંઘુ, ઇન્ટરનેટ વપરાશ પર ટેક્સ લગાવવાની તૈયારી! જાણો વાયરલ ન્યૂઝનું સત્ય

શું સરકાર Mobile Dataના વપરાશ પર નવો ટેક્સ લગાવવા જઈ રહી છે? સોશિયલ મીડિયા પર દર 1 GB દીઠ 1 રૂપિયો ટેક્સ લગાવવાના સમાચાર વાયરલ, જાણો ટેલિકોમ વિભાગ અને સરકારની હકીકત.

Top Stories Tech & Auto
Mobile Data Tax India

Mobile Data Tax India: શું આવનારા સમયમાં ભારતમાં મોબાઈલ ડેટા વાપરવા પર વધારાનો ટેક્સ ચૂકવવો પડશે? છેલ્લા કેટલાક દિવસોથી Reddit અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ‘ડેટા ટેક્સ’ (Data Tax) ની જોરદાર ચર્ચા ચાલી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર યુઝર્સના ઇન્ટરનેટ વપરાશ પર નવો ટેક્સ લગાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. ચાલો જાણીએ આ પૂરા મામલાની હકીકત શું છે.

પ્રતિ 1 GB Mobile Data પર 1 રૂપિયો ટેક્સ!

મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રોના હવાલેથી વાયરલ થઈ રહેલા દાવા મુજબ, સરકાર જે વિકલ્પ પર વિચાર કરી રહી છે તેમાં યુઝર્સ દ્વારા વાપરવામાં આવતા દર 1 GB ડેટા પર ₹1 (એક રૂપિયો) નો ટેક્સ લાગી શકે છે. એટલે કે, તમે યુટ્યુબ પર વિડીયો જુઓ, ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જુઓ કે ઓનલાઈન ગેમ રમો, તમે જેટલો વધુ ડેટા વાપરશો, તમારા બિલમાં કે રિચાર્જમાં તેટલો વધારાનો ચાર્જ ઉમેરાઈ જશે.

Mobile Data Tax India

જો ટેક્સ લાગશે તો સરકારને થશે બમ્પર કમાણી

ભારત દુનિયાના એવા દેશોમાં સામેલ છે જ્યાં મોબાઈલ ડેટા સૌથી સસ્તો છે. સસ્તા ઇન્ટરનેટના કારણે ડેટાનો વપરાશ (Data Consumption) અનેકગણો વધ્યો છે. અંદાજ મુજબ, જો સરકાર 1 GB દીઠ 1 રૂપિયાનો ટેક્સ લાગુ કરે છે, તો સરકારી તિજોરીમાં દર વર્ષે આશરે ₹22,900 કરોડની જંગી આવક થશે.

DoT ને સોંપાઈ અભ્યાસની જવાબદારી

અહેવાલો મુજબ, તાજેતરમાં ટેલિકોમ સેક્ટરની એક રિવ્યૂ મીટિંગમાં આ મુદ્દો ઉઠ્યો હતો. ત્યારબાદ સરકારે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) ને આ મામલે સંપૂર્ણ રિસર્ચ કરવાનો આદેશ આપ્યો છે. DoT એ જણાવશે કે શું ડેટાના વપરાશ પર ટેક્સ લગાવવો પ્રેક્ટિકલ (શક્ય) છે કે નહીં? અને જો હા, તો તેને કઈ રીતે લાગુ કરી શકાય.

ગ્રાહકો પર પડશે ડબલ માર: પહેલાથી જ ભરે છે 18% GST

જો આ નવો ડેટા ટેક્સ લાગુ થાય છે, તો તે સામાન્ય માણસના ખિસ્સા પર ડબલ માર સમાન હશે. કારણ કે, હાલમાં પણ ગ્રાહકો જ્યારે કોઈપણ મોબાઈલ રિચાર્જ કરાવે છે અથવા પોસ્ટપેડ બિલ ભરે છે, ત્યારે તેમાં પહેલેથી જ 18% GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) સામેલ હોય છે. આ નવો ટેક્સ વર્તમાન GST ની ઉપર વધારાનો ચાર્જ હશે.

Mobile Data Tax India

શું આ સમાચાર સાચા છે? જાણો સત્તાવાર હકીકત

હાલમાં સોશિયલ મીડિયા પર આ સમાચાર આગની જેમ ફેલાઈ રહ્યા છે, પરંતુ રાહતની વાત એ છે કે સરકાર કે ટેલિકોમ વિભાગ તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન કે જાહેરાત કરવામાં આવી નથી. આ માત્ર એક પ્રસ્તાવ હોવાની ચર્ચા છે. DoT પોતાનો રિપોર્ટ સોંપશે, તેના ફાયદા-ગેરફાયદા જોયા બાદ જ સરકાર કોઈ અંતિમ નિર્ણય લેશે.


આ પણ વાંચો:Chrome વાપરનારાઓ માટે ભારત સરકારની હાઈ-રિસ્ક ચેતવણી, હેકર્સ કરી શકે છે તમારા ડેટાની ચોરી

આ પણ વાંચો:બાળકોને ખોટા રસ્તે જતા અટકાવશે Instagram! જાણો શું છે નવું ફીચર અને પેરેન્ટ્સ કેવી રીતે રાખી શકશે નજર

આ પણ વાંચો:એન્ડ્રોઇડ ફોનમાં જોવા મળી ગંભીર ખામી, તમારા પર્સનલ ડેટાને બચાવવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ