Not Set/ પોલીસની ટીમને કીચડ માંથી મળ્યા 200થી વધુ જીવતા કરતૂસો, પોલીસ તંત્રમાં ખળભળાટ

ભાવનગર, ભાવનગરના તળાજાના ભૂંગર ગામની સીમમાં 200થી વધુ જીવતા કારતૂસો મળી આવ્યા છે ત્યારે દાઠા પોલીસ ટીમે તળાવમાંથી પિસ્ટલ, રિવોલ્વર જેવા અલગ અલગ હથિયારોના 200થી વધુ જીવતા કારતુસો ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ પોલીસ ટીમને રાત્રે માહિતી મળતા તળાવ કિનારે અને કીચડ માંથી કારતુસ શોધ્યા હતા. નાનકડા એવા દાઠા ગામમાંથી એકસાથે 200 જેટલાં વિવિધ […]

Gujarat

ભાવનગર,

ભાવનગરના તળાજાના ભૂંગર ગામની સીમમાં 200થી વધુ જીવતા કારતૂસો મળી આવ્યા છે ત્યારે દાઠા પોલીસ ટીમે તળાવમાંથી પિસ્ટલ, રિવોલ્વર જેવા અલગ અલગ હથિયારોના 200થી વધુ જીવતા કારતુસો ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી મુજબ પોલીસ ટીમને રાત્રે માહિતી મળતા તળાવ કિનારે અને કીચડ માંથી કારતુસ શોધ્યા હતા. નાનકડા એવા દાઠા ગામમાંથી એકસાથે 200 જેટલાં વિવિધ હથિયારોના કારતુસોનો જથ્થો મળતા પોલીસ બેડાંમાં પણ ચકચાર મચી ગઈ હતી.

અલગ અલગ હથિયારોના 200 જેટલા કારતુસ કોણ નાખી ગયુ તેની પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં એકસાથે 200 જેટલા કારતુસો બિનવારસી મળવાનો પ્રથમ બનાવ બન્યો છે. ત્યારે આ મામલે રાજ્યની વિવિધ પોલીસ એજન્સીઓ તપાસમાં જોડાય તેવી શક્યતાઓ શેવાઇ રહી છે. સમગ્ર રાજ્યમાં આટલા મોટા પ્રમાણમાં જીવતા કારતૂસ મળી આવવા એ ખુબ જ મોટી ઘટના છે. હાલતો આ સમગ્ર મામલાની પોલીસ ઝીણવટભરી તપાસ કરી છે.