Not Set/ કાશ્મીર વિશ્વવિદ્યાલયના પ્રોફેસરની આતંકી સફર ૨ દિવસમાં જ અંત

શ્રીનગર, કાશ્મીર વિશ્વવિદ્યાલય ના સહાયક પ્રોફેસર મોહમ્મદ રફી ભાટ ની જિંદગી આતંક ના રસ્તા પર ચાર પગલાં ચાલીને ખતમ થઇ ગઈ.  જમ્મુ-કાશ્મીર ના શોપિયા જીલ્લમાં  આતંકવાદીઓ સાથે થયેલી મૂઠભેડ માં માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓમાં ભાટ પણ શામેલ હતો. શુક્રવાર સાંજ થી આતંકવાદી ભાટ ની  આતંકી પ્રવૃત્તિમાં ભાગીદારી થઇ હતી અને રવિવારે રાતે શોપિયાં ના બડીગામમાં સુરક્ષા […]

India

શ્રીનગર,

કાશ્મીર વિશ્વવિદ્યાલય ના સહાયક પ્રોફેસર મોહમ્મદ રફી ભાટ ની જિંદગી આતંક ના રસ્તા પર ચાર પગલાં ચાલીને ખતમ થઇ ગઈ.  જમ્મુ-કાશ્મીર ના શોપિયા જીલ્લમાં  આતંકવાદીઓ સાથે થયેલી મૂઠભેડ માં માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓમાં ભાટ પણ શામેલ હતો. શુક્રવાર સાંજ થી આતંકવાદી ભાટ ની  આતંકી પ્રવૃત્તિમાં ભાગીદારી થઇ હતી અને રવિવારે રાતે શોપિયાં ના બડીગામમાં સુરક્ષા દળો ધ્વારા તેની  આ નાપાક સફર નો અંત થયો.

સમાજશાસ્ત્ર નો સહાયક પ્રોફેસર હતો રફી

મધ્ય કાશ્મીર ના ગંદેરબલ જીલ્લા ના ચુનડીના વિસ્તારનો નિવાસી ભાટ, વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્ર વિભાગમાં સહાયક પ્રોફેસર હતો. ભાટ શુક્રવાર બપોરે સાડા ત્રણ વાગ્યા પછી થી ગુમ થયેલો  હતો. એ  દિવસે એની માતા સાથે એની છેલ્લી વાર વાત થઇ હતી, પણ ભાટે એના નાપાક મનસુબા વિશે કઈ કહ્યું નહતું. વર્ષ ૨૦૧૬ માં હિઝબુલ મુજાહિદીન ના કમાન્ડર બુરહાન વાનીના મૃત્યુ બાદ આતંકવાદ ના રસ્તા પર જનારા ઘણાં નૌજવાનોં નાની ઉમરના હતા અને એમાંના ઘણાં આ પંદર દિવસ ની અંદર માર્યા ગયા છે.

ભાટ ના પરિવારવાળા એ વિશ્વવિદ્યાલયના સંચાલકો ને શનિવારે સવારે ભાટ ના ગુમ થવા વિશે જણાવ્યું હતું . ત્યારબાદ ભાટ ની ગેરહાજરી ના કારણે વિશ્વવિદ્યાલયના પ્રાંગણ માં વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન  પણ કરવામાં આવ્યું હતું. વિશ્વવિદ્યાલય ના કુલપતિ એ પ્રદર્શનકારી  વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી એમને આશ્વાસન આપ્યું હતું કે ગુમ થયેલા પ્રોફેસર ને શોધવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. દક્ષીણ કાશ્મીર ના શોપિયાં જીલ્લા ના જૈનાપુરા વિસ્તાર ના બડીગામ માં થયેલી મુઠભેડ માં માર્યા ગયેલા આતંકવાદીઓ માં ભાટ પણ શામેલ હતો.

પિતા ને કર્યો છેલ્લો ફોન

મુઠભેડ ના થોડા સમય પહેલા રફી ભટે તેના પિતા ને ફોન કરીને કહ્યું કે “જો તેણે  એમને દુખ પહોચાડ્યું હોઈ તો એ માફી માંગે છે”.  રફીએ ફયાઝ એહમદ ભટ ને છેલ્લી વાર ફોન કર્યો હતો. ફયાઝે પોલીસને જણાવ્યું હતું કે આજે સવારે એ જાગ્યા જ હતા કે એમનો ફોન વાગ્યો. રફીએ એના પિતા ને કહ્યું કે” જો  મેં તમને દુખ પહોચાડ્યું હોઈ તો એના માટે હું માફી માંગું છુ.” ત્યારબાદ મુઠભેડ માં એના માર્યા જવાની ખબર મળી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે એક પોલીસ ટુકડી મોકલીને ફયાઝ અને એના પરિવારને રફી ને આત્મસમર્પણ કરવા માટે સમજાવા કહ્યું હતું. ફયાઝ, એની પત્ની અને એમની દીકરી મુઠભેડ સ્થળ પર પહોચ્યા જ હતા કે એમને રફી ના મૃત્યુની ખબર મળી.

ભાટ આ પહેલા પણ આતંકવાદી બનવા માટે પાકિસ્તાન ભાગતા પકડાયેલો હતો, ત્યારબાદ તેના પિતાએ ધ્યાન રાખ્યું હતું કે તે આતંકી પ્રવૃત્તિ તરફ ના જાય. તેમ છતાં એ આતંકી પ્રવૃત્તિ માં શામેલ થયો અને ભારતીય સેનાએ તેની મૃત્યુ સાથે મુલાકાત કરાવી.