Not Set/ બેંગ્લુરના ફ્લેટમાં 9,746 વોટર આઇડી પકડાતા ખળભળાટ

બેંગ્લુર, કર્ણાટકમાં ચૂંટણી આડે ત્રણ દિવસ બાકી રહ્યાં છે ત્યારે બેંગ્લુરના એક એપાર્ટમેન્ટમાંથી 9,746 જેટલાં વોટર આઇડી કાર્ડ પકડાંતા ખળભળાટ મચ્યો છે. બેંગ્લોરમાં આર આર નગર વિસ્તારમાં આવેલ એક ભાડાના ફ્લેટમાંથી હજારો વોટર આઇડી પકડાતા ચૂંટણી કમિશનરે તપાસના આદેશો આપ્યા હતા. કર્ણાટકના ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસર સંજીવ કુમારે જણાવ્યું હતું કે જે વોટર આઇડી પકડાયા છે […]

Top Stories

બેંગ્લુર,

કર્ણાટકમાં ચૂંટણી આડે ત્રણ દિવસ બાકી રહ્યાં છે ત્યારે બેંગ્લુરના એક એપાર્ટમેન્ટમાંથી 9,746 જેટલાં વોટર આઇડી કાર્ડ પકડાંતા ખળભળાટ મચ્યો છે. બેંગ્લોરમાં આર આર નગર વિસ્તારમાં આવેલ એક ભાડાના ફ્લેટમાંથી હજારો વોટર આઇડી પકડાતા ચૂંટણી કમિશનરે તપાસના આદેશો આપ્યા હતા. કર્ણાટકના ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસર સંજીવ કુમારે જણાવ્યું હતું કે જે વોટર આઇડી પકડાયા છે તે ગરીબ મજુર વિસ્તારના છે.

ચીફ ઈલેક્શન કમિશનર અધિકારી સંજયના જણાવ્યા પ્રમાણે, રાજેશ્વરીમાં આવેલા ફ્લેટમાંથી એક લાખ સ્લીપ પણ મળી આવી છે. તેમણે જણાવ્યું કે, સ્લીપ ઈલેક્શન લિસ્ટમાં નામ જોડતી સ્લીપ સાથે મળતી આવે છે

બેંગ્લુરના જે ફ્લેટમાંથી આ વોટર આઇડી પકડાયા છે તે કોઇ રાજેશ નામની વ્યક્તિના નામનો છે. કોંગ્રેસનો દાવો છે કે જે ફ્લેટમાંથી વોટર આઇડી  પકડાયા છે તેનો માલિક રાજેશ ભાજપના નેતાનો પુત્ર છે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ આ મામલે મોડી રાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જે ફ્લેટમાંથી વોટર આઈડી કાર્ડ મળ્યા છે તે બીજેપી નેતાનો છે. બીજેપી ડ્રામા કરી રહી છે. આ ફ્લેટ તેમના નેતા મંજુલા નંજામુરીનો છે. તેમના દીકરાએ 2015માં અહીંથી બીજેપીની ટીકિટ પર નગર નિગમ પર ચૂંટણી લડી હતી. તે માટે તેમણે આ ફ્લેટ પણ ભાડે લીધો હતો. આ દરોડા પોલીસ અથવા ઈલેક્શન કમિશને નથી કરી પરંતુબીજેપી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે

બેંગ્લુરમાં પકડાયેલાં ઇલેક્શન કાર્ડ સાથે એક લાખ જેટલી મતદાન સ્લીપ પણ પકડાઇ છે. બેંગ્લુરનો આર આર નગર મતવિસ્તાર ઘણો મોટો ગણાય છે અને આ વિસ્તારમાં 4,35,439 મતદાતાઓ છે.

ઇલેક્શન કમિશને મતકાર્ડ મામલે પોલિસમાં એફઆઇઆર નોંધાવીને વધુ તપાસ હાથ ધરી છે.