Not Set/ અદનાન સામીએ જર્મનીમાં પુત્રી મેડીનાનો પહેલો જન્મદિવસ ઉજવ્યું, કહ્યું હું ધન્ય થયો

પ્રસિદ્ધ ગાયક અદનાન સામીએ પોતાની એક વર્ષીય પુત્રીનો જન્મદિવસ જર્મનીમાં પહેલી કેક કાપીને ઉજવ્યો હતો. અદનાન સામી અને તેમના પત્ની રોયા સામીએ પોતાનું પહેલું સંતાન, મેડીના, એક વર્ષ પહેલા જન્મી હતી. જે આજ એક વર્ષની થઇ ગઈ છે. અદનાન સામીએ જણાવ્યું હતું કે, હું  જાણું છે કે ભગવાનની કૃપા મારા પર વરસી છે. તેમના આશીર્વાદથી […]

Entertainment

પ્રસિદ્ધ ગાયક અદનાન સામીએ પોતાની એક વર્ષીય પુત્રીનો જન્મદિવસ જર્મનીમાં પહેલી કેક કાપીને ઉજવ્યો હતો.

અદનાન સામી અને તેમના પત્ની રોયા સામીએ પોતાનું પહેલું સંતાન, મેડીના, એક વર્ષ પહેલા જન્મી હતી. જે આજ એક વર્ષની થઇ ગઈ છે.

અદનાન સામીએ જણાવ્યું હતું કે,

હું  જાણું છે કે ભગવાનની કૃપા મારા પર વરસી છે. તેમના આશીર્વાદથી મારા ઘરે એક પરી જન્મી છે. તેમને મને ફરી મારું જીવન જીવવાનું અને મારું જીવન ખરી રીતે જીવવાનું કારણ આપ્યું છે.

તેમને વધુમાં જોડ્યું હતું કે,

મારી મેડીના આ બધું વાંચવા માટે નાની છે, પરંતુ એક દિવસ જ્યારે ઇન્શઅલ્લા, તે જાણશે કે હું દરેક ક્ષણો ફરીથી જીવવા લાગ્યો છું, અને હું તેને જણાવીશ કે જયારે તે આ દુનિયામાં હતી પણ નહિ ત્યારે આ દુનિયામાં શું કરતા હતા. મારી પુત્રીને એ પણ ખ્યાલ આવશે કે તેના ચહેરા પર સ્મિત મારા માટે બ્રહ્માંડ સમાન છે. હું આ વિશ્વથી છું પરંતુ  મારું તે વિશ્વ પોતે છે.

તેમને પોતાની પત્ની રોયા સામીને પણ ધન્યવાદ કહ્યું હતું જેના કારણે તેમની નાની પરી આ દુનિયામાં આવી શકી.

તેમની પત્ની રોયા, અફઘાન મૂળની જર્મન મહિલા છે, જે અદનાન સામીની ત્રીજી પત્ની છે. તેમણે જાન્યુઆરી 2010 માં લગ્ન કાર્ય હતા. અદનાન સામીએ આ પહેલા ફિલ્મી કલાકાર ઝેબા બખ્તિયાર સાથે 1993 માં લગ્ન કર્યા હતા. જેનાથી તેમને એક પુત્ર પણ છે જેનું નામ અઝાન સામી ખાન છે. પરંતુ ત્રણ વર્ષના લગ્ન જીવન બાદ તેમણે છુટા છેડા લઇ લીધા હતા.

જાણીતા ગાયક કલાકાર અદનાન સામીએ સબાહ નામની યુવતી સાથે પણ લગ્ન કાર્ય હતા.