Not Set/ રાજ્યના મહાનગરોમાં ‘રવિવારી શાક માર્કેટ’ શરૂ કરવા સીએમએ કર્યું સૂચન

અમદાવાદ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે પ્રાંતિજના વદરાડ ગામ ખાતે આવેલા ‘સેન્ટર ઓફ એકસલન્સ ફોર વેજીટેબલ્સ’ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ આગામી સમયમાં રાજયના મહાનગરો સહિત વિવિધ વિસ્તારમાં રવિવારી શાક માર્કેટ શરૂ કરવાનું સુચારુ આયોજન કરવા કૃષિ વિભાગના સંબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતું. વદરાડના ‘સેન્ટર ઓફ એકસલન્સ ફોર વેજીટેબલ્સ’ની મુલાકાત દરમિયાન રાજયના મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે પ્રાંતિજના વદરાડ ગામ ખાતે આવેલા ‘સેન્ટર ઓફ એકસલન્સ ફોર વેજીટેબલ્સ’ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ આગામી સમયમાં રાજયના મહાનગરો સહિત વિવિધ વિસ્તારમાં રવિવારી શાક માર્કેટ શરૂ કરવાનું સુચારુ આયોજન કરવા કૃષિ વિભાગના સંબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતું.

વદરાડના ‘સેન્ટર ઓફ એકસલન્સ ફોર વેજીટેબલ્સ’ની મુલાકાત દરમિયાન રાજયના મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. ખેડૂતોએ આ સમયે મુખ્યમંત્રીને ‘રવિવારી શાક માર્કેટ’ પૂન: શરૂ કરવા માટેની લાગણી વ્યકત કરી હતી.

ત્યારે આ લાગણીનો પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીએ ટૂંક સમયમાં આ માર્કેટનો આરંભ કરવા ધરપત આપી હતી અને સબંધિત અધિકારીઓને આ દિશામાં સુચારૂ આયોજન કરવા સૂચન પણ કર્યુ હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીને ખેડૂતોએ જણાવ્યું હતું કે, “આ ‘સેન્ટર ફોર એકસલન્સ ફોર વેજીટેબલ્સ’નો લાભ પ્રાંતિજ, ઇડર, વડાલી, બાયડ અને ગાંધીનગરના ખેડૂતો સારી રીતે લઇને પોતાની આવકમાં વધારો કરી રહયાં છે. સેન્ટર ફોર એકસલન્સમાં અપાતી તાલીમથી ખેડૂતોએ સંતોષ પણ વ્યકત કર્યો હતો.

આ અંગે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “હાલમાં ૧૨ લાખ ધરૂ ઉગાડી શકવાની ક્ષમતા છે. આ ઉપરાંત કચ્છ ખાતે પણ આ પ્રકારનું એકસલન્સ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે ભવિષ્યના આયોજનથી પણ મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા”.

બાગાયત અધિકારી જે.કે.પટેલે એકસલન્સ સેન્ટરમાં પ્લગ નર્સરીમાં ઉત્પાદન કરવામાં આવતા ધરૂ અને ખેડૂતો પોતાની જમીનમાં ધરૂ ઉગાડે છે, તેની વચ્ચેના ભેદની અને પ્લગ નર્સરીમાં ઉગતા ધરૂથી ખેડૂતોને પાક કેમ વધારે મળે છે, તેની વિસ્તૃત માહિતી પણ આપી હતી.