Not Set/ ગટરની કામગીરી દરમિયાન જીસીબી મશીનનો પાવડો વાગી જતા થયું ગેસ લીકેજ

સુરત, સુરતના ઓલપાડના કીમ વિસ્તારમાં ગેસ લાઈનમાં ભંગાળ પડ્યું હતુ. મળતી માહિતી મુજબ ગટરની કામગીરી દરમિયાન જીસીબી મશીનનો પાવડો લાઈનમાં વાગી જતા ગેસ લીકેજ થયુ હતુ. ત્યારે કલાકથી વધુના સમયથી ગેસ લીકેજ થયુ હતુ. ત્યારે આ ઘટનાને પગલે ગેસ કંપનીના કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગેસ લીકેજ અટકાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે સુરતના કીમ […]

Gujarat Surat Trending

સુરત,

સુરતના ઓલપાડના કીમ વિસ્તારમાં ગેસ લાઈનમાં ભંગાળ પડ્યું હતુ. મળતી માહિતી મુજબ ગટરની કામગીરી દરમિયાન જીસીબી મશીનનો પાવડો લાઈનમાં વાગી જતા ગેસ લીકેજ થયુ હતુ. ત્યારે કલાકથી વધુના સમયથી ગેસ લીકેજ થયુ હતુ.

ત્યારે આ ઘટનાને પગલે ગેસ કંપનીના કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગેસ લીકેજ અટકાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે સુરતના કીમ વિસ્તારમાં અચાનક જીસીબી મશીનનો પાવડો લાઇનમાં વાગી જતાં ગેસ લીકેજ થયુ હતુ. ત્યારે ગેસ કંપનીના કર્મચારીઓ આવી પહોંચતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ વાળ્યો હતો.