નવી દિલ્હી,
કર્ણાટક વિધાનસભાના ત્રિશંકુ પરિણામો બાદ બુધવારે રાતે સર્જાયેલા હાઇવોલ્ટેજ ડ્રામાનો ગુરૂવારે સવારે અંત આવ્યો છે.ગુરૂવારે સવારે કર્ણાટકના રાજ્યભવનમાં ભાજપના નેતા બી એસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં છે.કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ એક સાદા સમારંભમાં ભાજપના વિધાયકદળના નેતા બીએસ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા.
#Bengaluru: BJP's BS Yeddyurappa takes oath as the Chief Minister of Karnataka. pic.twitter.com/f33w4GZjrS
— ANI (@ANI) May 17, 2018
જો કે આ અગાઉ બુધવારે રાતે કોંગ્રેસ અને જેડીએસની રાજ્યપાલ વજુભાઇ વાળાએ બી એસ યેદિયુરપ્પાને આપેલા આમંત્રણને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યું હતું.મોડી રાતે સર્જાયેલા હાઇ વોલ્ટેજ ડ્રામામાં કોંગ્રેસે સુપ્રિમ કોર્ટમાં અરજી કરીને યેદિયુરપ્પાને અપાયેલા આમંત્રણને પડકાર્યું હતું.જો કે રાતે ત્રણ વાગ્યે ચાલેલી સુનવણીમાં સુપ્રિમ કોર્ટના જસ્ટીસ એકે સિકરી,જસ્ટીસ એસએ બોબડે અને જસ્ટીસ અશોક ભુષણની બેન્ચે બીએસ યેદિયુરપ્પાની શપથવિધી પર સ્ટે મુકવાની માંગણી ફગાવી હતી.
જો કે ત્રણ જસ્ટીસની ખંડપીઠે કેન્દ્ર સરકારને એ પણ નિર્દેશો આપ્યાં હતાં કે બીએસ યેદિયુરપ્પાએ જે પત્ર રાજ્યપાલને આપ્યો તે ક્યા આધારે આપ્યો છે તેની જાણ કરવામાં આવે.આ પત્રમાં કેટલાં ધારાસભ્યોનો ટેકો છે તેની જાણ પણ કરવામાં આવે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ સરકારના ગઠન અંગે ઉભી થયેલી અટકળો અંગેના
સુપ્રિમ કોર્ટના આ નિર્દેશ બાદ યેદિયુરપ્પાની સીએમ તરીકે શપથવિધી તો થઇ છે પરંતું તેમનું આ પદ કેટલાં દિવસો ચાલુ રહે છે તે પણ એક સવાલ છે.
સસ્પેન્સનો બુધવાર સાંજે અંત આવ્યો હતો. પરંતુ કર્ણાટકની ચુંટણીએ ખરેખર કોઈ કર નાટક કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પાર્ટીને બહુમત મળ્યો નથી ત્યારથી જ સરકાર રચવા અંગે અનેક અટકળો સામે આવી રહી હતી.
પરંતુ બુધવાર સાંજે રાજ્યપાલ વજુભાઈ વાળાએ ૧૦૪ સીટ સાથે સામે આવેલા સૌથી મોટા પક્ષ ભાજપને સરકારના ગઠન માટે આમંત્રણ આપ્યું હતું. ગુરુવારે ૯.૩૦ વાગ્યે યેદિયુરપ્પા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને આ અંગે કર્ણાટકના રાજભવને શપથ ગ્રહણને લઇ સત્તાવાર માહિતી આપી દીધી છે. તેમજ રાજયપાલે યેદિયુરપ્પાને વિધાનસભામાં બહુમતી સાબિત કરવાનો ૧૫ દિવસનો સમય આપ્યો છે.
#Congress filed a petition in the #SupremeCourt challenging #Karnataka Governor Vajubhai R. Vala's decision to invite the #BharatiyaJanataParty to form the government
Read @ANI story | https://t.co/o6mnm3BWjP pic.twitter.com/OsG7CyA4p5
— ANI Digital (@ani_digital) May 16, 2018
બીજી બાજુ રાજ્યપાલ દ્વારા ભાજપને આપવામાં આવેલા આમંત્રણના મામલે કોંગ્રેસ દ્વારા દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને એક અરજી દાખલ કરાઈ છે. ત્યારે હવે આ અરજી પર મધરાત્રિએ ૧.૪૫ વાગ્યે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.
#SupremeCourt begins hearing the petition by #Congress and #JD(S) challenging the swearing-in of #BJP's B.S. #Yeddyurappa
The hearing will have a three-judge bench of Justice A.K. Sikri, Justice Ashok Bhushan and Justice SA BobdeRead @ANI story | https://t.co/QZheTNwFAb pic.twitter.com/dq1G9s7MzN
— ANI Digital (@ani_digital) May 16, 2018
સર્વોચ્ચ અદાલતની કોર્ટ નંબર ૬માં જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ અર્જન કુમાર સીકરી અને જસ્ટિસ શરદ અરવિંદ બોબડે દ્વારા કોંગ્રેસ અને જેડીએસ અંગે સુનાવણી હાથ ધરાઈ રહી છે.
સુપ્રીમ કોર્ટમાં એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા કેન્દ્ર સરકાર એટલે કે રાજ્યપાલનો પક્ષ રાખી રહ્યા છે જયારે કોંગ્રેસ તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવી પોતાનો પક્ષ રાખી રહ્યા છે.
આ ઉપરાંત પૂર્વ સોલિસિટર જનરલ મુકુલ રોહતગી સુપ્રીમ કોર્ટ પહોચ્યા છે અને તેઓ ભાજપનો પક્ષ રાખી રહ્યા છે.
Guv has discretion to call largest party & he has done so. If single largest party won't be able to form govt,other party will be called. In case of Goa elections,single largest party Congress had not presented its side, that's the difference: Mukul Rohatgi #KarnatakaElection pic.twitter.com/jNd4iqksjN
— ANI (@ANI) May 16, 2018
કોર્ટમાં જતા પહેલા મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, રાજ્યપાલને અધિકાર હોઈ છે કે તેઓ સૌથી મોટા દળને સરકાર રચવા માટે બોલાવી શકે, પરંતુ જયારે કોઈ સૌથી મોટી પાર્ટી બહુમત હાંસલ કરી શકતી નથી ત્યારે બીજી પાર્ટીને તક આપવામાં આવે છે.
આ ઉપરાંત તેઓએ કોંગ્રેસ પાર્ટી પર ગોવાનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, “કોંગ્રેસ આ મામલે ગોવા વિધાનસભાનું ઉદાહરણ આપી શકતી નથી, કારણ કે તેઓએ ત્યાં સરકાર બનાવવા માટેનો દાવો પણ રજૂ કર્યો ન હતો.
મહત્વનું છે કે, મંગળવારે કર્ણાટક વિધાનસભાની કુલ ૨૨૪ માંથી ૨૨૨ બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ૨૨૨ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી ૧૦૪ સીટ સાથે સૌથી મોટી પાર્ટી બની હતી જયારે કોંગ્રેસ ૭૮ અને જેડીએસના ખાતામાં ૩૮ સીટો આવી હતી. ત્યારથી જ રાજ્યમાં સરકારના ગઠન અંગે અનેક અટકળો ઉભી થઇ હતી.
