Not Set/ સુરત: લિફ્ટના પેસેજમાં પડી જતા ભાઈ બહેનનાં મોત

સુરત સુરતના અમરોલીમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીઝમાં કરૂણ બનાવ સામે આવ્યો છે. લિફ્ટમાં પડી જતા બે બાળકોના મોત થયા છે. ઇન્ડસ્ટ્રીઝનાં નવા બંધાઈ રહેલા મકાનના ત્રીજા માળે મજૂરના બાળકો રમી રહ્યા હતા. તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. બાળકો લીફ્ટમાં પડી જતા ઘટના સ્થળે જ મોત થયા હતા.   અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી […]

Gujarat Surat Trending

સુરત

સુરતના અમરોલીમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીઝમાં કરૂણ બનાવ સામે આવ્યો છે. લિફ્ટમાં પડી જતા બે બાળકોના મોત થયા છે. ઇન્ડસ્ટ્રીઝનાં નવા બંધાઈ રહેલા મકાનના ત્રીજા માળે મજૂરના બાળકો રમી રહ્યા હતા.

તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. બાળકો લીફ્ટમાં પડી જતા ઘટના સ્થળે જ મોત થયા હતા.   અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકોએ લીફ્ટને દાદરો સમજી અંદર પ્રવેશ કર્યો હતો. પ્રવેશ કરતા નીચે પડી જતા ભાઇ બહેનનાં મોત થયા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.