Not Set/ શાપરમાં યુવકને ઢોરમાર મારવાનો મામલો, પોલીસે પાંચ આરોપીઓની કરી ધરપકડ

શાપર, રાજકોટના શાપર વેરાવળમાં એક યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ. ત્યારે શાપરમાં યુવકને ઢોરમાર મારવાનો મામલો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો. ત્યારે આખરે પોલીસ દ્વારા આ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારને 8.25 લાખ રૂપિયાની સહાય કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મળતી માહિતી મુજબ રાદડિયાના […]

Top Stories Gujarat Rajkot Trending Videos

શાપર,

રાજકોટના શાપર વેરાવળમાં એક યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ. ત્યારે શાપરમાં યુવકને ઢોરમાર મારવાનો મામલો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો. ત્યારે આખરે પોલીસ દ્વારા આ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારને 8.25 લાખ રૂપિયાની સહાય કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

ત્યારે મળતી માહિતી મુજબ રાદડિયાના ઇન્ડસ્ટ્રીઝના માલિક અને તેમના માણસોએ આ માસુમને માર માર્યો હતો..ત્યારે પોલીસે દ્વારા આ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેથી મૃતકના પરિજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ યુવકે કારખાનામાંથી કચરાની ચોરી કરી હોવાની આશંકાને લઈને તેને કારખાનેદાર અને કેટલાક શખ્સોએ ઢોર માર માર્યો અને તેને કારણે યુવકનું મોત થયું. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પહેલા યુવકને બાંધી દેવામાં આવ્યો હતો અને ત્યાર બાદ હાથમાં લાકડીઓ તથા પાઈપ લઈને બેરહેમીથી પૂર્વક ફટકારવામાં આવ્યો. જેમાં ગંભીર ઈજા થતા યુવકનું મોત થયું હતુ.