અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે શુક્રવારે થોડા સમય માટે રાષ્ટ્રપતિ બનીને દેશ સંભાળ્યો હતો. અમેરિકાના ઈતિહાસની આ પ્રથમ ઘટના છે. કમલા હેરિસ આ પદ સંભાળનારા પ્રથમ મહિલા છે. જો બાઈડેને એનેસ્થેસિયા લેતાં કમલા હેરિસે થોડા કલાકો માટે કાર્યકારી રાષ્ટ્રપ્રમુખની ભૂમિકા નિભાવી હતી. અમેરિકાના સંવિધાનમાં આ માટેની જોગવાઈ કરવામાં આવી છે. જો બાઈડેને કોલોનોસ્કોપી કરાવવા માટે સત્તાનું હસ્તાંતરણ કર્યું હતું. બાદમાં સ્વસ્થ થતાંની સાથે જ સત્તા પરત લીધી હતી.
આ પણ વાંચો :પાકિસ્તાન સરકારે બળાત્કારી વિરોધી કાયદામાંથી આ સજાની જોગવાઇ હટાવી…
બાઈડન (78)એ ડિસેમ્બર 2019માં પોતાના શરીરની તપાસ કરાવી હતી અને ત્યારે ડોક્ટરોએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિને સ્વસ્થ અને રાષ્ટ્રપતિનું કર્તવ્યપાલન કરવામાં સક્ષમ ગણાવ્યા હતા. વર્ષ 2009થી બાઈડનના ચિકિત્સક ડો. કેવિન ઓ કોનોર એ ત્યારે ત્રણ પાનાઓની નોટમાં લખ્યું હતું કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવવાર બાઈડન સંપૂર્ણ સ્વસ્થ છે. બાઈડન પ્રશાસનમાં કમલા હેરિસ ઘણી ચર્ચામાં રહી કારણ કે તે માત્ર પ્રથમ મહિલા જ નહીં પરંતુ પ્રથમ અશ્વેત ઉપરાષ્ટ્રપતિ પણ છે.
યુએસ મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ બાઈડને પોતાની રણનીતિ હેઠળ પોતાના ગૌણ હેરિસને તેવો અઘરો ટાસ્ક આપ્યો જે ઘણો સંવેદનશીલ હતો અને તેનો સામનો કરવો તલવારની ધાર પર ચાલવા જેવું હતું. શરણાર્થિઓ અને મતાધિકારના મુદ્દાઓ પણ એવા જ હતા, જેમાં બાઈડનની ચાલને સફળ બનાવી અને હેરિસની લોકપ્રિયતાનો ગ્રાફ ધીમેધીમે ઘટવા લાગ્યો. ગત અઠવાડિયે એક પોલમાં હેરિસની અપ્રૂવલ રેટિંગ ઘટીને માત્ર 28 ટકા, જ્યારે બાઈડનનો 38 ટકા થઈ ગયું. હવે એવા સમાચાર આવવા લાગ્યા છે કે હેરિસને વ્હાઇટ હાઉસમાંથી બહારનો રસ્તો દેખાડવાની તૈયારી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : પાકિસ્તાની મહિલાઓ શરમના કારણે સ્તન કેન્સરથી મરી રહી છે
જો બાઈડને રાષ્ટ્રપતિ પદ સંભાળનાર અમેરિકાના ઈતિહાસમાં સૌથી ઉંમરલાયક વ્યક્તિ છે. આજે શનિવારે બાઈડન તેમને 79મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. CNNના અહેવાલ પ્રમાણે જન્મ દિવસના એક દિવસ અગાઉ શુક્રવારે સવારે વોશિંગ્ટનની બહાર વોલ્ટર રીડ મેડિકલ સેન્ટર ગયા હતા. આમ તો તેઓ પ્રત્યેક વર્ષે સારવાર કરાવે છે. પણ આ વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ ટ્રીટમેન્ટ છે. કોલોનોસ્કોપી એક્ઝામિનેશન સમયે તેઓ બેભાન કરવામાં આવશે. આ સમયે પ્રેસિડેન્શિયલ પાવર હેરિસને આપવામાં આવશે.
આ પહેલા પણ કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બનીને અનેક ‘પ્રથમ’ વાતને પોતાને નામે કરી ચુક્યા છે. તે અમેરિકાના પ્રથમ અશ્વેત અને પ્રથમ દક્ષિણ એશિયામાં જન્મેલા ઉપરાષ્ટ્રપતિ બન્યા. પાસ્કીના જણાવ્યા મુજબ, બાયડન એનેસ્થેસિયા હેઠળ હતા ત્યાં સુધી હેરિસે રાષ્ટ્રપતિની સત્તા સંભાળી હતી. જોકે તેણે તેની વેસ્ટ વિંગ ઓફિસમાંથી જ કામ કર્યું હતું.
આ પણ વાંચો :અમેરિકાનો મોટો નિર્ણય, 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોવિડ બૂસ્ટર ડોઝને મંજૂરી
અમેરિકામાં આ રૂટિન પ્રોસેસ છે કે રાષ્ટ્રપતિના મેડિકલ પ્રોસેસમાં હોવાના કારણે તેમને એનેસ્થેસિયા અપાય છે. ઉપરાષ્ટ્રપતિને આ સમયે પ્રેસિડેન્શિયલ પાવર સોંપવામાં આવે છે. જ્યોર્જ ડબલ્યૂ બૂશના કાર્યકાળમાં પણ તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ડિક ચેનીને અનેક વાર પ્રેસિડેન્શિયલ પદ સંભાળવું પડ્યું હતું. અમેરિકી સંવિધાનના 25મા સંશોધનના સેક્શન 3ના આધારે પ્રેસિડેન્શિયલ પાવર ટ્રાન્સફરનો અધિકાર અપાયો છે.
આ પણ વાંચો :“મહિલા અધિકારો વિરુદ્ધ” વસ્તી વધારવા માટે નવો ઈરાની કાયદો
આ પણ વાંચો : સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ વચ્ચે ચૂંટણી ગઠબંધન લગભગ નિશ્ચિત!
