Not Set/ “કર-નાટક”૭ વાર કોંગ્રેસ વિધાનસભ્ય રોશન બેગને ઉપ-મુખ્યમંત્રી બનાવવા મુસ્લિમ સંગઠનોની માંગ

એચડી કુમારસ્વામીની સરકાર શરુ થવાના એક દિવસ પહેલાથીજ મંત્રી પદ માટેની માંગ જોર પકડવા લાગી છે. મુસ્લિમ સંગઠનો તરફથી મંગળવારે અલ્પસંખ્યક નેતાને રાજ્યના ઉપ-મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ અલ્પસંખ્યક સમૂહના પ્રતિનિધિઓ એ બેંગ્લોરમાં કહ્યું કે ૭ વારથી કોંગ્રેસના વિધાનસભ્ય રોશન બેગ અથવા મુસ્લિમ સમુદાયના કોઈ પણ નેતાને કર્ણાટકમાં બની […]

India Trending

એચડી કુમારસ્વામીની સરકાર શરુ થવાના એક દિવસ પહેલાથીજ મંત્રી પદ માટેની માંગ જોર પકડવા લાગી છે. મુસ્લિમ સંગઠનો
તરફથી મંગળવારે અલ્પસંખ્યક નેતાને રાજ્યના ઉપ-મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવામાં આવી છે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ અલ્પસંખ્યક સમૂહના પ્રતિનિધિઓ એ બેંગ્લોરમાં કહ્યું કે ૭ વારથી કોંગ્રેસના
વિધાનસભ્ય રોશન બેગ અથવા મુસ્લિમ સમુદાયના કોઈ પણ નેતાને કર્ણાટકમાં બની રહેલી નવી સરકારમાં ઉપ-મુખ્યમંત્રી બનાવવા જોઈએ.

મુસ્લિમ સંગઠનો તરફથી ડેપ્યુટી સીએમ બનાવવાની માંગ પર આર.રોશન બેગે કહ્યું કે આમાં ખોટું શું છે.? બીજા સમુદાયના લોકો
જો આવી માંગ કરી શકતા હોય તો અમારા સમુદાયના લોકો આવી માંગ કેમ ના કરી શકે? પરંતુ છેલ્લે નિર્ણય તો હાઈ કમાંડ જ લેશે.

અટકળો વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે એ કહ્યું કે પાર્ટીની પ્રાથમિકતા કર્ણાટક વિધાનસભા માટે સ્પીકરની ચુંટણી
કરવાની છે અને ત્યારબાદ વિશ્વાસમત થશે. જનતા દળના નેતા કુમારસ્વામીના શપથ લેવાના ૨૪ કલાકમાં બહુમત સાબિત
કરવાની આશા રાખવામાં આવી રહી છે.

ખડગે એ કહ્યું કે આ બે ચીજો થયા બાદ જ બીજી ચીજો પર ચર્ચા કરવામાં આવશે. કુમારસ્વામીની કોશિશ મંત્રીપદની વહેચણીમાં
સંતુલન બનાવી રાખવાની છે. એટલા માટે તેઓ થોડા મહત્વના પદો સહયોગી કોંગ્રેસને આપી શકે છે.
કોંગ્રેસ અને જેડી(એસ) ના વિધાનસભ્યોની મંગળવારે બેંગ્લોરમાં બેઠક થયા બાદ કર્ણાટકમાં સરકાર બનવાનું ઓપચારિક એલાન
કરવામાં આવશે.

બહુમત સાબિત થઇ જવા સુધી બંને પાર્ટીના વિધાનસભ્યોને હોટલ માજ રાખવામાં આવશે , જેથી આંતરિક મતભેદો હોવા છતાં,
એ લોકો છોડીને ના જઈ શકે. બંને દળો તરફથી સંયુક્ત સમન્વય સમિતિની રચના કરવામાં અવ્શેઅને કોમન મીનીમમ પ્રોગ્રામ
બનાવવામાં આવશે જેથી કર્ણાટકની ગઠબંધન સરકાર પાંચ વર્ષ સુધી સારી રીતે ચાલી શકે. આ સમિતિમાં પાંચ થી છ સદસ્યો હશે.
મહત્વનું છે કે કર્ણાટક ચુંટણીમાં અસ્પષ્ટ જનાદેશ આવ્યા બાદ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પહેલા બીજેપી સૌથી મોટી પાર્ટી
હોવાથી યેદીયુરપ્પાને સરકાર બનાવવા માટે બોલાવ્યા હતા.

પરંતુ યેદીયુરપ્પાએ બહુમત માટે જરૂરી આંકડા ના હોવાના કારણે ફ્લોર ટેસ્ટ પહેલા જ રાજીનામું ધરી દીધું હતું. ત્યારબાદ કોંગ્રેસ-
જેડી(એસ) ગઠબંધનને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું..