Not Set/ જુઓ, આ કંપની પોતાના કર્મચારીઓને નોકરી છોડવા પર આપી રહી છે ૩.૪૦ લાખ રૂપિયા

આજના આર્થિક કટોકટી અને સ્પર્ધાના યુગમાં કોઈ પણ નાની કે મોટી કંપની પોતાના કર્મચારીઓને નોકરી છોડવા માટે ક્યારેય પ્રોત્સાહિત કરતી નથી. દરેક કંપની પોતાના ફાયદા માટે જરૂરી કોઈ પણ કર્મચારીઓને છુટા કરતી હોય છે કે તેઓને સાથે રાખવાની કોશિશ કરતા હોય છે. પરંતુ દુનિયામાં એક મલ્ટી નેશનલ કંપની છે કે જે પોતાના કર્મચારીઓને નોકરી છોડવા […]

Trending Business

આજના આર્થિક કટોકટી અને સ્પર્ધાના યુગમાં કોઈ પણ નાની કે મોટી કંપની પોતાના કર્મચારીઓને નોકરી છોડવા માટે ક્યારેય પ્રોત્સાહિત કરતી નથી. દરેક કંપની પોતાના ફાયદા માટે જરૂરી કોઈ પણ કર્મચારીઓને છુટા કરતી હોય છે કે તેઓને સાથે રાખવાની કોશિશ કરતા હોય છે. પરંતુ દુનિયામાં એક મલ્ટી નેશનલ કંપની છે કે જે પોતાના કર્મચારીઓને નોકરી છોડવા માટે સામેથી રૂપિયા પણ આપી રહી છે.

એક તબક્કે આ વાત કોઈ પણ વ્યક્તિના માનસમાં ઉતરવી એ અચરજની વાત છે પરંતુ આ એક સત્ય હકીકત છે.

કર્મચારીઓને નોકરી છોડવા માટે સામેથી રૂપિયા આપવાવાળી કંપની છે દુનિયાની ટોચની ઈ-કોમર્સ કંપની એમેઝોન.

ઈ-કોમર્સ કંપની એમેઝોન દ્વારા દરેક વર્ષે એક પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. આ પ્રોગ્રામનું નામ છે “પે ટુ ક્વિટ”.

એમેઝોનના આ પ્રોગ્રામ હેઠળ કંપની કર્મચારીઓને નોકરી છોડવા માટે ૫૦૦૦ હજાર ડોલર (૩.૪૦ લાખ રૂપિયા) સુધીની ઓફર આપે છે.

નોકરી છોડવા માટે પણ આ શરત

પરંતુ આ ઓફરનો સ્વીકાર કરવાની સાથે જ એમ્પ્લોઈ પર પ્રતિબંધ પણ લાગી જાય છે. આ ઓફર સ્વીકારવાની સાથે જ તમે ત્યારબાદ એમેઝોન કંપનીમાં કામ કરી શકતા નથી.

NBCના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, એમેઝોન નો આ પ્રોગ્રામ કંપનીના ફૂલફિલમેન્ટ સેન્ટરમાં કામ કરવાવાળા ફૂલ ટાઈમ કર્મચારીઓ માટે છે. આ પ્રોગ્રામ દર વર્ષે લાવવામાં આવે છે અને તેઓને જણાવવામાં આવે છે કે,તમે કંપની છોડવા માંગો છો તો તમે પૈસા લઈને છોડી શકો છો.

એક વર્ષથી વધુ સમયથી કામ કરી ચુકેલા કર્મચારીઓ લઇ શકે છે આ ઓફરનો ફાયદો

આ ઓફરનો ફાયદો એ જ એમ્પ્લોઈ લઇ શકે છે જેઓ કંપનીમાં એક વર્ષથી વધુ સમયથી કામ કરી રહ્યા છે. આ પ્રોગ્રામની પહેલી ઓફર ૨ હજાર ડોલર (૧.૩૬ લાખ રૂપિયા)ની હોય છે, ત્યારબાદ આ ઓફરમાં પ્રતિ વર્ષ ૧૦૦૦-૧૦૦૦ ડોલરનો વધારો થાય છે.આ પ્રમાણે કર્મચારીને ૫૦૦૦ ડોલર મળતા હોય છે.

“પે ટુ ક્વિટ” પ્રોગ્રામની શરૂઆત સૌથી પહેલા ઓનલાઈન રિટેલર કંપની જેપ્પોસ દ્વારા કરાઈ હતી. જયારે એમેઝોન દ્વારા ૨૦૦૯માં આ પ્રોગ્રામ લાગુ કરવામાં આવ્યો હતો.

એમેઝોનના CEO જેફ બેજોસના જણાવ્યા અનુસાર, “કંપની ક્યારેય પણ નથી ઈચ્છતી કે તેઓના કર્મચારી કંપની છોડે”.