Not Set/ વાપીઃ ઉદ્યોગનગરી કે પ્રદુષણનગરી, અસ્થમા, શ્વાસનળી ઇન્ફેકશન કેસોમાં 15થી25 ટકાનો વધારો

વાપી એશિયાની સૌથી મોટી ગણાતી ઉદ્યોગનગરી એટલે વાપી, જેટલી મોટી છે એટલીજ પોલ્યુશનથી બદનામ પણ છે. વાપી માંડ માંડ ક્રિટિકલી પોલ્યુટેડ સીટીના લીસ્ટમાંથી બહાર આવ્યું છે. વાપી જીઆઈડીસીની પેપરમિલના ઉદ્યોગોમાં કોલસા બાળવાના હોય છે પરંતુ કેટલાક ઉદ્યોગપતિઓ બે પૈસા બચાવવા ગેરકાયદેસર પ્લાસ્ટિક વેસ્ટ બાળવાથી તેમાંથીથી ઉત્પન્ન થતો ઝૅરી ગેસ હવામાં ભળવાથી  લોકોમાં અસ્થમા, ગળા-નાકનું ઇન્ફેક્શન […]

Gujarat Trending

વાપી

એશિયાની સૌથી મોટી ગણાતી ઉદ્યોગનગરી એટલે વાપી, જેટલી મોટી છે એટલીજ પોલ્યુશનથી બદનામ પણ છે. વાપી માંડ માંડ ક્રિટિકલી પોલ્યુટેડ સીટીના લીસ્ટમાંથી બહાર આવ્યું છે. વાપી જીઆઈડીસીની પેપરમિલના ઉદ્યોગોમાં કોલસા બાળવાના હોય છે પરંતુ કેટલાક ઉદ્યોગપતિઓ બે પૈસા બચાવવા ગેરકાયદેસર પ્લાસ્ટિક વેસ્ટ બાળવાથી તેમાંથીથી ઉત્પન્ન થતો ઝૅરી ગેસ હવામાં ભળવાથી  લોકોમાં અસ્થમા, ગળા-નાકનું ઇન્ફેક્શન અને કેન્સરના કેસ વધી ગયા છે. એ દિવસ દૂર નથી કે વાપી વાસીઓએ પ્રદુષણના કારણે વાપી છોડવું પડે.

સિવિલ હોસ્પિટલના આંકડા.

સરકારી સિવિલ હોસ્પિટલના 1 વર્ષના આંકડા પર નજર કરીએ તો, અસ્થમામાં 1035, શ્વાસોશ્વાસ શ્વાસના કેસો 4063, શ્વાસનળી ઇન્ફેક્સન અને ગળા નળી ઇન્ફેક્સન 260 આ 1 વર્ષના સરકારી આંકડા છે. એવરેજ મહિનામાં આ કેસોમાં 15 થી 25 ટકાનો વધારો થઇ રહ્યો છે.

વાપીમાં થતા પોલ્યુશનમાં પેપર મિલો પણ મહત્વનો ફાળો ભજવે છે. પેપર મિલોના બોઇલરમાં માત્ર કોલસા અને ફર્નસ ઓઇલ સળગાવવાનું હોય છે. પરંતુ હવે ફર્નસ ઓઇલ મોટા ભાગે કોઈ સળગાવતું નથી ત્યારે કોલસાના ભાવો વધી જવાને કારણે ઉદ્યોગપતિઓ પ્લાસ્ટિક વેસ્ટ સળગાવી રહ્યા છે. જે પેપરમિલોમાં પોલ્યુશન વિભાગે રોક લગાવી છે. જેનાથી હવામાં પોલ્યુશન વધે છે પરંતુ વાપીની પેપર મિલોના માલિકો મનફાવે તેમ પ્લાસ્ટિક સળગાવી રહ્યા છે.

આવા ઉદ્યોગો સામે પોલ્યુશન વિભાગ કેમ પગલાં નથી ભરતું એ સવાલ પણ ઉઠી રહ્યા છે આવા પોલ્યુશનથી વાતાવરણમાં પલટો આવે છે તો આ પ્રદુષણથી વાપીના આજુબાજુના રોજિંદા પાક પર પણ ઘણી અસર પડી છે તેથી ખેડૂતો પણ ચિંતાતુર છે.

ત્યારે ડોકટરો તો એ પણ કહી રહ્યા છે કે આ પોલ્યુશન જો અટકશે નહિ તો બીમારીઓ વધતી રહેશે. વાપીમાં છેલ્લા ઘણા સમયથી હવામાં ઓગળતા પોલ્યુશનના કારણે વાપી વાસીઓ પરેશાન છે તેઓ ને પણ પોલ્યુશનથી તખલીફ પડી રહી છે. લોકોની માંગ છે કે પ્રદુષણ ઓકતા આ ઉદ્યોગો પર લગામ લાગવી જોઈએ. ત્યારે જોવું એ રહ્યું કે પોલ્યુશન વિભાગ નકકર પગલાં ભરશે?