દક્ષિણ આફ્રિકાનો દિગ્ગજ ક્રિકેટ એબી ડીવિલિયર્સે સંન્યાસ લેતાં બધા ફેન્સને ઝટકો આપ્યો છે. દક્ષિણ આફ્રિકાની એક વેબસાઈટ મુજબ ડીવિલિયર્સે બધા જ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.
આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સૌથી મહત્વના ખેલાડીએ બુધવારે ફેંસને આ વિષે જણાવ્યું. 34 વર્ષીય એબી ડીવિલિયર્સે પોતાના ફેંસ માટે એક વિડીયો પણ ટ્વીટ કર્યો હતો. તેમણે કહ્યું કે આ નિર્ણય કરતા પહેલા મે ઘણો વિચાર કર્યો. પરંતુ હવે લાગે છે કે ક્રિકેટને છોડવી જોઈએ. હેવ સમય આવી ગયો છે. તેમણે લખ્યું મારા ટીમના મિત્રો, ક્રિકેટ સાઉથ આફ્રિકા અને દેશની અંદર અને દુનિયાભરના સમર્થન કરવા વાળા ફેંસનો આભાર.
I’ve made a big decision today pic.twitter.com/In0jyquPOK
— AB de Villiers (@ABdeVilliers17) May 23, 2018
ક્રિકેટ ફેંસ માટે આ સમાચાર ખુબ જ નિરાશાજનક છે. 34 વર્ષીય ડીવિલિયર્સ દુનિયાના ટોપ ફીટ ખેલાડીઓમાં તેમનું સ્થાન છે. પોતાના 14 વર્ષના ઇન્ટરનેશનલ કરિયરમાં ડીવિલિયર્સ 114 ટેસ્ટ મેચમાં 22 સેન્ચુરી સહિત 50.66ની એવરેજથી 8765 રન બનાવ્યાં. 220 વનડેમાં 53.5ની એવરેજથી 9577 રન બનાવ્યાં. ઇન્ટરનેશનલ T-20માં તેમના આંકડો જોરદાર છે. 78 T-20 રમીને 10 ફિફ્ટી સહિત 1672 રન પોતાના નામે કર્યા.
2019 વર્લ્ડ કપ પહેલા ડીવિલિયર્સ અચાનક જ સંન્યાસ લેતાં સાઉથ આફ્રીકાના વર્લ્ડ કપ મિશન માટે એક મોટો ઝટકો છે. દુનિયામાં 360 ડિગ્રી બેટિંગ કરવા માટે ખુબ જ ફેમશ એબી ડીવિલિયર્સ 30 માર્ચ 2018ના રોજ છેલ્લી ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે કોઈ મેચ રમી હતી. જોહાનીસ્બર્ગમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી ટેસ્ટમાં (69+6) કુલ 75 રન બનાવ્યાં હતાં.
