સુરત,
સુરતના ઉધના વિસ્તારમાં ડીજે વાદકની હત્યાથી ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી મુજબ ઉધના વિસ્તારમાં આવેલ રણછોડ નગરમાં બર્થ ડે પાર્ટીમાં ડીજે વગાડવા બાબતે બબાલ થઇ હતી. ત્યારે આ બબાલમાં અજાણ્યા યુવકે ચપ્પુ વડે હુમલો કરી ડીજે વાદકને મોતને ઘાટ ઉતાર્યો. ત્યારે ઉધના પોલીસ અને ઉચ્ચ પોલિસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

આ મામલે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્વ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બર્થ ડે પાર્ટીમાં ડીજે વગાડવા જેવી નાની અમથી વાતમાં બબાલ થઇ હતી. સુરતમાં છેલ્લા ઘણા સમયથી સામાન્ય બાબતોમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધતું જ જાય છે. જેના કારણે સુરત શહેર પોલીસે નકામી પુરવાર થઇ છે. ગઈકાલની ઘટનામાં ઉધના વિસ્તારમાં ખુલ્લેઆમ એક યુવકની હત્યા કરવામાં આવી છે. ડીજે સંચાલકની હત્યા કરવામાં આવી છે.

આ બબાલમાં ડીજે વાદકે પોતાનો જીવ ગુમાવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલો શું છે. શું ખરેખર ડીજે વગાડવા જેવી બાબતમાં બબાલ કરવાનો કોઇ આગામી સડયંત્ર હતુ. કે કેમ ?આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
